Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે ઘેર-ઘેર મુલાકાત લેતી વખતે પાંચથી વધુ વ્યકિતઓએ જવા પર પ્રતિબંધ

ખંભાળીયા તા. ૨૪ : વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૧૭ અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧-ખંભાળીયા તથા ૮૨-દ્વારકા  વિધાનસભા મતદાર વિભાગનું મતદાન તા. ૯-૧૨-૨૦૧૭ના રોજ યોજાનાર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તથા મતદારો પોતાનો મત મુકત અને નિર્ભય રીતે આપી શકે તેમજ ચુંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તે હેતુથી સંયુકત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ગુજરાત રાજયની સુચના મુજબ શ્રી હિરેન વ્યાસ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સત્તાની રૂએ ફરમાવ્યું છે કે તા.૭-૧૨-૨૦૧૭ ના સાંજના પ-૦૦ કલાકથી તા.૯-૧૨-૨૦૧૭ ના સાંજના ૫-૦૦ કલાક સુધી ૪૮ કલાકના સમયગાળા દરમ્યાન ચુંટણી પ્રચાર માટે ઘેર ઘેર મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યકિતઓ જઇ શકશે.

ઉપર્યુકત પ્રતિબંધના સમય દરમ્યાન પક્ષના કાર્યકરો/ નેતાઓ જેના પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી મફલર પહેરી શકશે પરંતુ તેઓને બેનર્સ પ્રદર્શિત કરવાની મંજુરી આપી શકાશે નહી.

(11:15 am IST)