Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને વિધાનસભાની મતગણતરી નવનિર્મિત જિલ્લા પંચાયત ખાતે યોજાશે

ખંભાળીયા તા. ૨૪ : દેવભૂમિ દ્વારકા જિલ્લાની ૮૧-ખંભાળીયા તથા ૮૨-દ્વારકા  વિધાનસભા મતદાર વિભાગની મત ગણતરી તા.૧૮-૧૧-૨૦૧૭ ના રોજ જિલ્લા સેવા સદન, દેવભૂમિ દ્વારકાના કમ્પાઉન્ડમાં આવેલ નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન, દેવભૂમિ દ્વારકાના બિલ્ડીંગમાં યોજાનાર છે.

મતગણતરીના દિવસે મત ગણતરી મથક આજુબાજુ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ બનવા ન પામે તે હેતુથી હિરેન વ્યાસ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દેવભૂમિ દ્વારકાએ તેમને મળેલ સતાની રૂએ જાહેરનામું પ્રસિધ્ધ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના જિલ્લા સેવા સદન, દેવભૂમિ દ્વારકાના કમ્પાઉન્ડમાં આવેલ નવનિર્મિત જિલ્લા પંચાયત ભવન, દેવભૂમિ દ્વારકા ખાતે ૨૦૦ મીટરની ત્રિજિયાના વિસતારમાં તા.૧૮-૧૨-૨૦૧૭ ના સવારના ૬-૦૦થી મતગણતરી પુર્ણ ન થાય ત્યાં સુધી ચાર કરતા વધારે વ્યકિતઓની મંડળી ભરવા કે બોલાવવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવેલ છે.

આ જાહેરનામું સરકારી નોકરીમાં અથવા તેમની ફરજની રૂએ રોજગારીમાં હોય તેવી વ્યકિતઓને, ફરજ પરના પોલીસ દળો, ગૃહ રક્ષક દળના સભ્યોને, લગ્નના વરઘોડાને, સ્મશાન યાત્રાને તથા અધિકૃત કરેલ વ્યકિતઓને લાગુ પડશે નહી અન્યથા જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

 

(11:15 am IST)