Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ભાજપ શાસિત ગોંડલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરદેવસિંહનું રાજીનામુ

ગોંડલ તા. ર૪ :.. ભાજપ શાસીત ગોંડલ તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજાએ આજે ઉપપ્રમુખપદેથી રાજીનામું આપ્યું હતું. પાર્ટીના અન્ય સભ્યને ચાન્સ મળે તેવી લાગણી સાથે હોદો છોડવાનું તેમણે જણાવ્યું હતું.

તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજાએ ઉપપ્રમુખપદેથી રાજીનામુ આપી હોદાનો ત્યાગ કર્યો હતો. હરદેવસિંહ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનાં લઘુબંધુ છે. અને હાલ તેમના ભાભી ગીતાબા જયરાજસિંહ જાડેજા ભાજપ દ્વારા વિધાનસભા લડી રહ્યા છે.

રાજીનામા અંગે હરદેવસિંહ જાડેજાએ  જણાવ્યું કે ભાજપ દ્વારા મારા પરિવારની કદર કરી ધારાસભા માટે સતત બે દાયકાથી ટીકીટ આપી પસંદગી કરાઇ રહી છે. પાયાનાં પથ્થરો સમાન કાર્યકરો દ્વારા પાર્ટી મજબુત બનતી હોય છે. ત્યારે પરીવાર વતી પાર્ટીના ઋણી બની  અન્ય સદસ્યોને હોદાની તક મળે તેવી લાગણી સાથે મે ઉપપ્રમુખપદ છોડયુ છે. પાર્ટીની વફાદારી સાથે કાર્યકરો જ સર્વોપરી હોય તેમણે નિર્ણય કર્યાનું જણાવ્યું હતું.

 

(12:00 pm IST)