Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ભાવનગર જીલ્લાની ૭ બેઠકો માટે ૯ર ઉમેદવારો મેદાનમાં

ભાવનગર, તા., ૨૪: ભાવનગર જીલ્લાની ૭ વિધાનસભા બેઠકો માટે માન્ય રહેલા ૯પ ઉમેદવારો પૈકી ત્રણ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા હવે ૯ર ઉમેદવારો રહયા છે. જો કે આજે સાંજે ચિત્ર સ્પષ્ટ થશે.

ભાવનગર જીલ્લાની ૭ વિધાનસભા બેઠકો માટે કુલ ૧ર૩ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જે પૈકી ર૮ ઉમેદવારોના ફોર્મ માન્ય રહયા હતા.દરમ્યાન ૩ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે જેમાં ભાવનગર પશ્ચિમમાં ર અને તળાજામાં ૧ અપક્ષનો સમાવેશ થાય છે.

 

(11:14 am IST)