Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગારીયાધાર પાસે ટ્રેકટર અને રિક્ષા અથડાતા ટીંબાની મહિલાનું મોત

ભાવનગર, તા., ર૪ : ગારીયાધાર નજીક ટ્રેકટર અને છકડો રીક્ષા અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજયું છે. ત્યારે છ ને ગંભીર ઇજા થતા ભાવનગરની હોસ્પીટલ ખસેડાયેલ છે.

ગારીયાધાર તાબેનાં વદર ગામ નજીક ટ્રક નં. જી.જે ૧૪ ટી ૩૩પ૪ અને છકડો રીક્ષા નંબર ૯૭રર ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં છકડામાં બેઠેલા ગારીયાધારના ટીંબા ગામના જયાબેન પોપટભાઇ ખુમાણ (ઉ.વ.૩૦) નામની વણકર મહિલાનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે નાજાભાઇ કરશનભાઇ ભરવાડ, બાલુબેન નાજાભાઇ, આલીબેન નામભાઇ, કલુબેન પ્રેમજી ખુમાણ, જીવીબેન અલાભાઇ ખુમાણ, રાજીબેન વાલજીભાઇ ખુમાણને ઇજા પહોંચતા ૧૦૮ ઇમરજન્સી દ્વારા ભાવનગરની સર ટી હોસ્પીટલ ખસેડાયેલ છે.

 

(11:13 am IST)