Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ગીર સોમનાથ જીલ્લાના ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તિ જાહેર

વેરાવળ તા.ર૪ : સોમનાથ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિમલ કાનાભાઇ ચુડાસમા રહે.ચોરવાડ, તા.માળીયા પાસે હાથ પરની રોકડ પ૦ હજાર જંગમ અસ્કયામત પ૩.૩૭ લાખ, સ્થાવર ૪૭ લાખ, સ્વપાર્જીત મિલ્કત ૪૭ લાખ દર્શાવી છે જયારે ૩૭.૪૩ લાખની લોન છે વર્ષ-ર૦૧૭-૧૮ના આવકવેરા રીટર્નમાં ૪.પ૩ લાખની આવક દર્શાવી છે. ચોરવાડ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ સહિતના ગુના નોંધાયા છે.

કોડીનાર (અ.જા.) વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ માલાભાઇ વાળાએ ફોર્મ સાથે સોગંદનામુ રજુ કર્યુ છે જેની પાસે રોકડ રર હજાર જંગમ અકસ્યામત ૧૬.૮૭ લાખ, સ્થાવર ૧૬ લાખ સ્વપાર્જીત ૧ર લાખ છે.

તાલાલા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભગવાનભાઇ ધાનાભાઇ બારડે રોકડ ૭૦ હજાર, જંગમ અસ્કયામત ૧.૮ર કરોડ, બોરવાવ, ભોજદે, આજોઠા, સનાથલ, લોર, વેરાવળમાં ૧ કરોડની સંયુકત સ્થાવર અસ્કયામતો, ૩ લાખની ખેતી વિષયક લોન, પેઢી પરિવારના સભ્યોની લોન ર૮ લાખ, પરિશ્રમ બિલ્ડર્સ આજોઠામાં પ.૪૪ કરોડનું રોકાણ વર્ષ-ર૦૧૬-૧૭માં આવકવેરા રીટર્નમાં ૧.૭૧ કરોડની આવક દર્શાવી છે. સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ર, વેરાવળ સીટી પોલીસમાં એક, તાલાલા પોલીસમાં ૧ ગુના નોંધાયા છે.

કોડીનાર (અ.જા.) વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર રામભાઇ મેપાભાઇ વાઢેર પાસે રોકડ ૧પ હજાર, જંગમ અસ્કયામત ૪૧.૭૦ લાખ, સ્થાવર મિલ્કત ૪૪ લાખ, ૪૧.૯પ લાખની જુદી-જુદી લોન વર્ષ-ર૦૧૭-૧૮માં આવકવેરા રિટર્નમાં ૧૭.૯ર લાખની આવક દર્શાવી છે.

ઉના વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર હરીભાઇ બોઘાભાઇ સોલંકીએ મિલ્કત જાહેર કરી હોય તેમાં જંગમ અસ્કયામતોની વિગત જાહેર કરી છે તેમાં ર૩.૮પ લાખ, ૭રર.૮પ જેમાં ઝવેરાત વાહતો અને પોલીસી સહિત રોકડ, દાગીના તેમજ સ્થાવર મિલ્કતોમાં સહિત માલીકી ૧ કરોડ ૧ર લાખ પ૦ હજાર મળી કુલ રૂ.૧ કરોડ ૩પ લાખ ૧ હજાર ૭રર.૮પ જાહેર કરેલ છે તેમજ તેમના પત્નિ વાલીબેનના નામે ર૦ લાખની મિલ્કત હોવાનું જાહેર કરેલ છે ર૦૧૭ના લુંટના અને રાયોટીંગનો પોલીસમાં ગુનો નોંધાયેલ હોય તે હાલ જયુ.મેજીસ્ટ્રેટ કોર્ટમાં છે. ભાજપના બળવાખોર અને અપક્ષ ઉમેદવાર સામતભાઇ ચારપણીયાએ પોતાના જંગમ મિલ્કતમાં ૧૦ લાખ ૬૦ હજાર તેમજ તેમના પત્નિના નામે ર લાખ રપ હજાર હોવાનું જાહેર કરાયુ તેમની સામે પ લાખ પ૩ હજારનું સરકારી લેણુ હોવાનુ જણાવેલ છે.

(9:26 am IST)