Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

જામનગર જીલ્લાનાં ચૂંટણી ઓર્બ્ઝવરો સાથે રવિશંકરની બેઠક

 જામનગર : વિધાનસભા સામાન્ય ચૂંટણી ર૦૧૭ ની પ્રક્રિયા તથા ઉમેદવારો-પક્ષના ચૂંટણી ખર્ચની દેખરેખ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને ભારતના ચુંટણી પંચ તરફથી મતદાર વિભાગ વાઇઝ ઓર્બ્ઝવેર સર્વે શ્રી પંકજકુમાર યાદવ, શ્રી રબિન્દ્રકુમાર મિશ્રા, શ્રી સેટનમવર એસ. બી., શ્રી એન. દિનાકરન તેમજ પોલીસ ઓબર્ઝવરશ્રી એમ. એમ. ફારૂકીની ઉપસ્થિતીમાં કલેકટર કચેરીના સભા ખંડ ખાતે વિધાનસભાની ચૂંટણી-ર૦૧૭ ની સાથે ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અત્યાર સુધીની ચૂંટણીને લગતી કામગીરીની વિગતો જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી રવિશંકર દ્વારા ઓબર્ઝવરશ્રીઓને પુરી પાડવામાં આવેલ હતી. ઓબર્ઝવરશ્રીઓ દ્વારા તા. ૯-૧ર-ર૦૧૭ ના રોજ યોજાનાર ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન અને સુચનો કરવામાં આવેલ હતાં.  આ બેઠકમાં નોડલ ઓફીસર (ખર્ચ) અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશ પંડયા, નોડલ અધિકારી અને અધિક નિવાસી કલેકટરશ્રી એચ. આર. કેલૈયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગાંધી તેમજ વિધાનસભાની ચૂંટણી -ર૦૧૭ ની સાથે ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાયેલ તમામ નોડલ અધિકારીશ્રી, જામનગર જિલ્લાની તમામ બેઠકના આર. ઓ. શ્રી અને એ. આર. ઓ. શ્રી હાજર રહ્યા હતાં. (તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી -જામનગર)

(9:25 am IST)