Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

જામનગરનાં ધ્રોલમાં મતદાન જાગૃતિ માટે મહિલા રેલી

 જામનગર : ગુજરાત વિધાનસભા તા. ૯-૧ર-ર૦૧૭ ના રોજ યોજાનાર ચૂંટણીમાં વધુ મતદાન થાય તે આશયથી મતદાન જાગૃતિ અંગેની મહિલા રેલી ધ્રોલ તાલુકા પંચાયત કચેરીથી નીકળી જોડીયા નાકા, મેઇન બજાર થઇ પ્રાંત કચેરી ખાતે રેલીનું સમાપન થયેલ હતું. આ રેલીને ધ્રોલ પ્રાંત અધિકારી શ્રીમતી મીતાબેન જોષી અને મામલતદાર શ્રી ટહેલીયાણીએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવેલ હતી. મતદાન જાગૃતિ અંગેની આ મહિલા રેલીમાં બહોળી સંખ્યામાં બહેનો જોડાયા હતાં. બહેનોએ પોતાના હાથમાં મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનરો અને સુત્રો દ્વારા નગર વિસ્તારમાં ફરી લોકોમાં મતદાન અંગેની જાગૃતિ આવે અને લોકો વધુ સંખ્યામાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે તેવો સુત્રોચ્ચાર દ્વારા અનુરોધ કર્યો હતો. આ રેલીમાં જોડાયેલ બહેનોએ રેલીના સમાપાન બાદ મતદાન જાગૃતિ અંગેના શપથ લીધા હતાં. (તસ્વીર - અહેવાલ : મુકુંદ બદિયાણી -જામનગર)

(9:24 am IST)