Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

ભાવનગરમાં ઉપધાન તપના તપસ્વીઓની શોભાયાત્રા...ધર્મ લાભ લઇ ભાવિકો ધન્ય

 ભાવનગર : અહીયા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજા તપાસંઘનાં ઉપક્રમે ઉપધાન તપનાં આરાધકોનો ભવ્વાતી ભવ્ય વરઘોડો પૂ. મુકિતવલ્લભસૂરીજી અદિ ગુરૂ ભંગવતોની નિશ્રામાં દાદાસાહેબ જિનાલયથી નીકળી જશોનાથ ચોક, મોતીબાગ, શ્રી બૃધ્ધીચંદજી ચોક, પરીમલ થઇ પુનઃ જિનાલયે પરત ફર્યો હતો. જેમાં ઉપધાન તપનાં ૩પ૯ તપસ્વીઓ જોડાયા હતાં. આ તકે ઇન્દ્રધજા રથ-હાથી- ઉટગાડી-બેન્ડ-૧૪ સ્વપ્નો, અષ્ટ મંગલ, ગોપીનૃત્ય, નાસીક ઢોલ મંડળી આકર્ષણ રૂપ બન્યા હતાં. સંઘના પ્રમુખ કિરીટભાઇ, ઉપપ્રમુખ જયુકાકા, ટ્રસ્ટી દિવ્યકાંત સલોત, સંજયભાઇ, મનીષભાઇ, દિલીપભાઇ, નિરંજનભાઇ, રજનીભાઇ સહિત મોટી સંખ્યામાં ભાઇઓ - બહેનોએ ધર્મલાભ લઇ ધન્યતા અનુભવી હતી. અત્રે નોંધનીય છે કે, તપસ્વીઓએ ગઇકાલે પ્રેમ જીવનભાનુ ઉપધાન નગરી, જવાહર મેદાન ભાવનગરમાં મોક્ષમાળા પહેરી હતી. ઉપધાન તપના મુખ્ય લાભાર્થી વિજયચંદ કુંવરજી શાહ, એ. જે. પારેખ, શ્રીમતી હર્ષાબેન મહેન્દ્રભાઇ શાહ, શ્રીમતી દીપીકાબેન શાહ, ગુરૂભકત પરીવાર  તરીકે લાભ લીધો હતો. મોક્ષમાળા પરિધાન બાદ સંઘનું સ્વામી વાત્સલ્ય જવાહર મેદાનમાં યોજાયુ હતું. તસ્વીરોમાં શોભાયાત્રામાં જોડાયેલ ભાવિકો દર્શાય છે. (તસ્વીર - અહેવાલ : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર)

(9:21 am IST)