Gujarati News

Gujarati News

News of Friday, 24th November 2017

'આપણો ગિરનાર સ્વચ્છ ગિરનાર અભિયાન અંતર્ગત રેલીઃ સાવરકાંઠામાં તાલીમાર્થી બાળકો દ્વારા દોઢ લાખ વૃક્ષોનું વાવેતર'

જૂનાગઢ : કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર આયોજીત અનુસચિત જાતિનાં બાળકોનો કેમ્પ પંડીત દિનદયાળ તાલીમ કેન્દ્ર ખાતે કાર્યાન્વીત છે. આ બાળકોએ સોમવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમીતિ સાબરકાંઠાનાં સહયોગથી આપણો ગિરનાર સ્વચ્છ ગીરનાર વિશેષ કાર્યક્રમ રાખેલ હતો. સાબરકાંઠાનાં બાળકોએ એક બાળ એક ઝાડ સંકલ્પને સિધ્ધ કરવા સાબરકાંઠા જિલ્લામાં કમર કસીને ૧,૫૧,૦૦૦ ઝાડનું વાવેતર કર્યુ છે સાબરકાંઠા જિલ્લાનાં વિવિધ ગામોની શાળાનાં ૬૩ જેટલા બાળકો ગીરનાર તળેટીમાં પર્વતારોહણ તાલીમ કેન્દ્ર ભવનાથ કેમ્પમાં એડવેન્ચર કોર્ષ કરી રહ્યા છે. બાળકો દ્વારા પર્યાવરણ સંદર્ભે આપણો ગીરનાર સ્વચ્છ ગીરનાર કાર્યક્રમ હેઠળ રેલી દ્વારા લોકજાગૃતિનો સંદેશો વહેતો કર્યો હતો. આ બાળકોએ ભવનાથની શાળાની મુલાકાત લઇ શાળાનાં વિદ્યાર્થીઓને વૃક્ષોની મહતા સમજાવી એક વૃક્ષનું વાવેતર કરવા સંદેશો આપી સ્વચ્છતા ત્યાં પ્રભુતાની વાત કરી હતી.પર્યાવરણનું જતન કરવુ એ નૈતિક ફરજ છે એમ જણાવી વિદ્યાર્થીઓએ આવનાર પેઢીને સ્વચ્છ પર્યાવરણ આપીને જીવનને ઉજાગર કરવા અપીલ  કરી હતી. ખેડબ્રહ્મા તાલુકાનાં લીલાવંતા ગામની શાળામાંથી વહેલ સંદેશો એક બાળ એક ઝાડ ની વાત ભવનાથ તળેટીની શાળાથી સોરઠની શાળાઓ સુધી વહેતી કરવા આ બાળકોએ જાગૃતિ સંપર્ક અભિયાન હાથ ધર્યુ છે. કમિશનરશ્રી , યુવક સેવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તીઓ, ગાંધીનગર આયોજીત, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જૂનાગઢ અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત અનુસુચિત જન જાતિના બાળકો માટે એડવેન્ચર કોર્ષનું આયોજન તા. ૧૯ થી ૨૫ નવેમ્બર ૨૦૧૭ દરમ્યાન ચાલુ છે. સાબરકાઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી 'આપણો ગિરનાર સ્વચ્છ ગિરનાર'  વિશેષ કાર્યક્રમ અન્વયે સાબરકાઠા જિલ્લાના પ્રાથમિક શાળાના બાળકો કે જેમણે 'એક બાળ એક ઝાડ' સંકલ્પને સિધ્ધ કરવા કમર કસીને ૧,૫૧,૦૦૦ ઝાડ વાવેતર કરેલ છે. ભવનાથ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ 'એક બાળ એક ઝાડ'નો સંદેશ આપ્યો હતો. દરેક બાળક પાસે એક એક ઝાડ વાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. ટીમ સાબરકાઠા દ્રારા વૃક્ષોનું મહત્વ સમજાવી સ્વચ્છતા જાળવવા વિનંતી કરી હતી અને જૂનાગઢને સંદેશો આપ્યો કે પર્યાવરણનુ જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. અને આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ આપીને જીવનને ઉજાગર કરવાની અપીલ કરી હતી જુનાગઢ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી  કે. એ. પટેલ , પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી જયાબેન સી. ખાંટ  હાજર રહ્યાં હતા ઈન્સ્ટ્રકટરો , સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો અને શિબિરાર્થીઓ એ સંકલ્પ લીધો હતો કે આપણે ફકત જુનાગઢમાંજ નહીં સમગ્ર ગુજરાતમાં હરિયાળી છવાય તે માટે દરેક બાળક એક વૃક્ષ દર વર્ષે વાવે અને ઉછેર કરે, અને સમગ્ર ગુજરાતનો પ્રદુષણનો પ્રશ્ન ઉકેલાઈ શકે તેવી ગિરનારના મહાદેવ ભવનાથને પ્રાથના કરી હતી. જુનાગઢ જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી કે. એ. પટેલે શિબિરાર્થીઓને પ્રેરક વકતવ્ય આપી પ્રોત્સાહીત કર્યા હતા. ટીમ સાબરકાંઠા એ શિબીરાર્થીઓને સમાજને હરીયાળા રસ્તે લઈ જવા હાકલ કરી હતી. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(8:56 am IST)