Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વિધાનસભાની ચુંટણી પૂર્વે પ્રદેશ કોંગ્રેસ દ્વારા કચ્છમાં સેન્સ પ્રક્રિયા: રામકિશન ઓઝા, નારાણ રાઠવા અને જશવંત ભટ્ટી ભુજમાં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ :રાજ્યમાં ચુંટણીના પડઘમ વાગી રહયા છે અને વિધાનસભાની ચુંટણી આંગણે આવીને ઉભી છે. ત્યારે કોંગ્રેસ ધ્વારા ચુંટણી લડવા ઈચ્છુક માટે કચ્છમાં સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે. અગાઉ ૧૦૦ જેટલા દાવેદારોએ કચ્છની ૬ વિધાનસભા માટે દાવા કરી ચુક્યા છે ત્યારે આજે ભુજમાં પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી.  

   રાજયસભાના સાંસદ નારાણભાઈ રાઠવા, ગુજરાત કોંગ્રેસના પ્રભારી રામકીશન ઓઝા, કચ્છના પ્રભારી જસવંત ભાટી ધ્વારા તમામ દાવેદારોની રૂબરૂ મુલાકાત કરી અને સાંભળવા પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

  આ કામગીરી દરમ્યાન કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આગામી ચુંટણીમાં કચ્છ જિલ્લામાં ૬ વિધાનસભામાં કોંગ્રેસનો પંજો સ્થાપિત થાય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌ આગેવાનો અને કાર્યકરો ભાજપની ભ્રષ્ટનીતિ સામે મેદાનમાં ઉતરવા સજજ છે. કચ્છ કોંગ્રેસમાં એક નવું જોમ અને ઉત્સાહનો સંચાર થયો હોવાનું પ્રવકતા દિપક ડાંગરે જણાવ્યું હતું.

(8:53 pm IST)