Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જુનાગઢમાં નવાબી કાળથી ધબકતી ‘સર્કલ ચોક'ની ગરબીમાં રાસની રમઝટ બોલશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪: જુનાગઢ નાં નવાબી કાળથી ધબકતી રહેતી સર્કલ ચોક ની ગરબી દર વર્ષની જેમ આ વર્ષે પણ નાની નાની દીકરીઓ રાસ રમવાની છે. અને જુનાગઢનાં અશોકભાઈ પુરોહિત, શંભુભાઈ પરમાર, તેજસભાઈ, ડિમ્‍પલબેન રાજપરા, તથા ફારુક ભાઈ, હેમાંસુભાઈ ભટ્ટ, જીવરાજભાઈ પટેલ જેઓ રાસ ગરબાની રમઝટ બોલાવવાનાં છે. સફળ બનાવવા માટે ગરબીનાં પ્રમુખ જેન્‍તીભાઇ ઓત્‍વાણી, બાવલિભાઈ હરિયાણી, પ્રજ્ઞાબેન, ચેતનભાઈ ચાપડિયા, ચેતનભાઈ પારેખ, લખન ભાઈ, લલિતભાઈ વગેરે કાર્યકરો જેહમત ઉઠાવી રહ્યા છે. તા.૨૬-૯-૨૦૨૨ થી ૫-૧૦-૨૦૨૨ સુધી યોજાનાર નવરાત્રી મહોત્‍સવમાં જુનાગઢ ની ધર્મ પ્રેમી જનતાને પધારવા  અશ્વિન એ. મણીયાર ૯૮૭૯૪ રર૪૮૮ એ નિમંત્રણ પાઠવ્‍યું છે.

(1:29 pm IST)