Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વિસાવદરના મોટી પીંડાખાઇ ગામે સીસીટીવી કેમેરા સિસ્‍ટમનો પ્રારંભ

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર :તાલુકા પંચાયતના સદસ્‍ય ભરતભાઇ કોટડીયાએ પોતાના મતક્ષેત્રના પીંડાખાઈ ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા ગ્રાન્‍ટ ફાળવતા પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર ગઢવીના હસ્‍તે સીસીટીવી કેમેરા સિસ્‍ટમનો શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે જિ.પં.ઉપપ્રમુખ વિપુલભાઈ કાવાણી, સરપંચ ચીમનભાઇ, ઉપસરપંચ ડો.જીવરાજભાઈ તથા નાથાબાપા, પોલીસસ્‍ટાફ, ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:27 pm IST)