Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જુનાગઢમાં વિહિપ દ્વારા ગૌમાતાની નિઃશુલ્‍ક સારવાર

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૪: ગૌમાતામાં લમ્‍પીની સારવાર કર્યા બાદ ગાય માતાને ફોડલા ફૂટે એટલે એમાંથી રસી અને લોહી નીકળે ત્‍યારે એ ફોડલાને સાફ કરવા, રસી કાઢવા, લોહી સાફ કરવું, જીવાતનો થાય એના માટે ઇન્‍જેક્‍શન આપવા, રસીનો થાય તેમજ એનર્જી રહે એના પણ ઇન્‍જેક્‍શન આપવાના થતાં હોય છે. જે સારવાર માટેની તમામ વસ્‍તુઓની ખરીદી ગઈ કાલે કરી હતી. વિહિપ દરરોજ એવરેજ એક હજાર ગાયની સારવાર માટે ખર્ચ કરી રહ્યું છે જે ગૌપ્રેમિયોનાં સાથ સહકારથી અવિરત ચાલી રહ્યું છે. વિહિપ દ્વારા દરરોજ ૧૫ થી ૨૦ ગાય માતા તેમજ ગૌધનની સારવાર થઈ રહી છે. સમાજ પણ આ સેવા કાર્યની નોંધ લે છે તેમજ  સમાજને પણ આ બાબતનું ગર્વ છે. અડધી રાતે પણ વિહિપની ટીમ સ્‍થળ ઉપર  પહોંચી જાય છે.

(1:20 pm IST)