Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

ગોંડલ પંથકમાં સિંહ, સિંહણ અને બે બચ્‍ચા આવી પહોંચતા વન વિભાગ દોડયું

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૪: તાલુકાના સુલતાનપુર અને હડમતીયા ગામમાં સિંહ પરિવાર આવી પહોંચ્‍યો હતો ગુરૂવાર રાત્રીના સિંહ પરિવાર સુલતાનપુરી સિમમાં બોરડની વાડીમાં જોવા મળ્‍યો હતો શુક્રવારે સવારે હડમતીયા ગામ ની સિમ માં બે આખલાનું મારણ કરતા વન વિભાગ ઘટના સ્‍થળ પર પોહચ્‍યું હતું. સ્‍થળ ઉપર સિંહના પંજાના નિશાન પણ જોવા મળ્‍યા છે

નવરાત્રી દિવાળીની આસપાસ પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ સિંહ પરિવાર ગોંડલ પંથકમાં આવી પહોંચ્‍યો છે. ગોંડલના હડમડીયા ગામે સાવજે આવી રેવન્‍યુ સર્વે નંબરમા બે આખલાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્‍યાપી જવા પામ્‍યો હતો, ગુરુવારે રાત્રીના એક સિંહણ અને બે બચ્‍ચા સુલતાનપુરની સિમમાં મનસુખભાઇ બોરડની વાડીમાં કપાસમાં દેખાયા હતા.

સિંહ દેખાતાજ ગોંડલ ફોરેસ્‍ટ વિભાગના કર્મચારીઓ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતા.અને સિંહ પરિવારને પાંજરે પુરવા કવાયત હાથ ધરાઇ છે.

(10:52 am IST)