Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

જામકંડોરણાના ગુંદાસરીમાં સાંસદ આદર્શ ગ્રામ યોજના કાર્યક્રમ : રમેશભાઇ ધડુક, જીલ્લા બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયાએ હાજરી આપી

જામકંડોરણા : તાલુકાના ગુંદાસરી ગામની સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી કરવામાં આવતા સાંસદ આદર્શ ગ્રામ યોજના કાર્યક્રમ સાંસદ રમેશભાઇ ધડુકના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયો હતો. આ કાર્યક્રમને ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ીદપ પ્રાગટય કરી શરૂ કરવામાં આવ્‍યો હતો. કાર્યક્રમમાં દરેકને પ્રાંત અધિકારી જે.એન.લીખીયાએ સ્‍વાગત પ્રવચનમાં આવકાર્યા હતા. સાંસદ રમેશભાઇ ધડુક તેમજ રાજકોટ જીલ્લા સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયાએ પ્રાસંગીક ઉદબોધનો કર્યા હતા આ પ્રસંગે ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ભુગર્ભ ગટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ હતું. તેમજ લાભાર્થીઓને ગોરબધન બાયોગેસ પ્‍લાંટની કિટનું સાસંદશ્રી તેમજ ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે વિતરણ કરવામાં આવ્‍યુ હતું. આ પ્રસંગે ગુંદાસરી ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ યોજના હેઠળ રૂપિયા પાંચ કરોડના થયેલ વિકાસ કામોની માહિતી તેમજ આવનાર સમયમાં કરવના થતા કામોની માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. આ પ્રસંગે સંસદ સભ્‍ય રમેશભાઇ ધડુક, રાજકોટ જીલ્લા બેંકના સહકારી બેંકના ડીરેકટર લલીતભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા, તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, ખીમજીભાઇ બગડા, જીલ્લા વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, જામકંડોરણા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગુંદાસરી ગામના સરપંચશ્રી, તાલુકાના ગામોના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્‍યશ્રીઓ તેમજ વિશાળ સંખ્‍યામાં ગ્રામજનો ભાઇઓ અને બહેનોએ હાજરી આપી હતી. ગુંદાસરી ગામના નિકુંજભાઇ સોજીત્રાએ દરેક આમંત્રિત મહેમાનો, આગેવાનો તેમજ ગ્રામજનોનો આભાર વ્‍યકત કર્યો હતો. 

(12:50 pm IST)