Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ઓખા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખપદે નિમાતા પ્રવિણ ગોકાણી

કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળાના પ્રમુખપદે સહદેવસિંહની વરણી

ઓખા તા.ર૪ : અહીના વ્યામાણીધામ ખાતે ધારાસભ્ય પબુભા માણેકના અધ્યક્ષસ્થાને કોરોના સામે સાવચેતી અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટેનું અભિયાનમાં વેપારીઓને કોરોના સામે બચવા અંગે માર્ગદર્શન આપી કાયદાનુ પાલન કરવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ ઓખાની સદીયો પુરાની કૃષ્ણ પાંજરાપોળના નવા હોદ્દેદારોની નિમણુંક કરતા પ્રમુખ તરીકે સહદેવસિંહ માણેક તથા ગૌશાળા માટે અમુલ્ય યોગદાન આપવાની બાહેંધરી આપી હતી.

અહી આ સાથે ઓખા ચેમ્બર ઓફ કોમર્સના નવા હોદ્દેદારોની પણ નિમણુંક કરી હતી. જેમાં પ્રમુખ તરીકે પ્રવિણભાઇ ગોકાણી તથા ઉપપ્રમુખ તરીકે મનસુખભાઇ (બટુકભાઇ) થોભાણી અને રાજુભાઇ કોટકની સર્વાનુમતે નિમ્યા હતા તથા ગ્રેટ મર્ચન્ટ એશો.ના પ્રમુખ નિલેશભાઇ પંચમતીયા તથા ઉપપ્રમુખ તરીકે કેતનભાઇ સુતરીયાની નિમણુક કરી છે અને મોહનભાઇ બારાઇએ સલાહકાર સમિતિનો હોદ્દો સંભાળ્યો હતો. ધારાસભ્ય પબુભા માણેકના આ કાર્યને ઓખાના વેપારી અગ્રણીઓ તથા ગૌભકતોએ બિરદાવી હતી અને તેમનો ખુબ આભાર વ્યકત કર્યો હતો.

(11:34 am IST)
  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે 47 લાખથી વધુ દર્દીઓ રિકવર થયા : રાત્રે 8 વાગ્યા સુધીમાં વધુ 28,775 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 27,00,625 રિકવર થયા access_time 8:25 pm IST

  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST