Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

નવરાત્રિમાં કચ્છ આશાપુરા માતાજીનું મંદિર બંધ રહેશે

કોરોનાના લીધે તા.૧૩-૧૦થી તા.૨૫-૧૦ સુધી નિજ મંદિર બંધ રાખવાનો નિર્ણયઃ જાહેરનામુ પ્રસિધ્ધઃ નખત્રાણા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની અધ્યક્ષતામાં માતાના મઢ ટ્રસ્ટના આગેવાનોની સાથેની બેઠક બાદ લેવાયેલ નિર્ણયઃ પદયાત્રિકોને સેવા કેમ્પ પણ બંધ રાખવા અપિલઃ મંદિરમાં પૂજારી દ્વારા ઘટ સ્થાપનવિધી પૂજા અર્ચના સરકારી નિયમ મુજબ કરી શકાશેઃ ઓનલાઇન દર્શન નિહાળી શકાશે

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છ, તા.૨૪: જિલ્લામાં કોરોના મહામારીની વધતી અસર નવરાત્રિની ધામિક ઉજવણી પર પણ પડી છે. આજે દયાપર મધ્યે નખત્રાણા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની જ ઉપસ્થિતિમા બેઠક મળી હતી. જેમાં માતાના મઢ ટ્રસ્ટના પ્રવિણસિંહ વાઢેર, સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, મામલતદાર અનિલ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી મયુર બાલોટીયા અને અન્ય આગેવાનોની હાજરીમાં માતાના મઢનું મંદિર કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને નવરાત્રિ દરમ્યાન દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

આ સંદભે ડેપ્યુટી કલેકટર પ્રવિણસિંહ જેતાવતે 'અકિલા' સાથે ટેલિફોનિક વાત કરતાં જણાવ્યું હતું કે, દિનવરાત્રિ દરમ્યાન અહી પ થી ૭ લાખ જેટલા દર્શનાર્થીઓ આવતા હોય, કોરોના સંદભે લોકોના આરોગ્યની સલામતી અને સાવચેતી માટે સર્વાનુમતે નિણય કરાયો છે. તે મુજબ તા/૧૩/૧૦/૨૦ થી તા.૨પ/૧૦/૨૦  સુધી માતાના મઢનું મંદિર તમામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિર માત્ર પુજન અર્ચન વિધિ પુરતું જ ખુલ્લું રહેશે. મા આશાપુરાના દર્શને માતાના મઢ આવતા તમામ દર્શનાથીઓ તેમ જ પદયાત્રીઓને પણ મંદિર બંધ હોઇ તા.૧૩-૧૦થી તા.૨૫-૧૦ દરમ્યાન દર્શને નહી આવવા, પદયાત્રા મોકુફ રાખવા, તેમ જ પદયાત્રીઓ માટેના તમામ સેવાકેમ્પ પણ બંધ રાખવા જાહેર અપીલ કરાઇ છે. આ અંગે કોવિડ એપેડેમીક એકટ હેઠળ વહિવટી તંત્ર દ્વારાા વિધિવત જાહેરનામં બહાર પાડવામાં આવ્યુ છે જે આ મુજબ છે.

નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ભારત તથા ગુજરાતમાં પ્રતિદિન આ વાયરસના કેસો વધતા જાય છે જે પરિસ્થિતિને ધ્યાને લેતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના જાહેરનામા તા.૧૩/૦૩/૨૦૨૦ થી ધી એપેડેમીક ડીસીઝ એકટ, ૧૮૯૭ અન્વયે The Gujarat Epidemic Diseases Covid-19 Regulations ૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્રારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. સંદર્ભ(૩) વાળા હુકમથી ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ; કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલોઝ-૨(ii) થી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીને પ્રાપ્ત થયેલ સતાઓની અત્રેના સબડીવિઝન પુરતી અત્રેને સોપણી કરવામાં આવેલ છે.

અત્રેના સબ ડિવિઝનમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો પ્રકાશમાં આવેલ છે. તેમજ વંચાણ(ર) વાળા જાહેરનામાના કલોઝ-૧૧ તથા વંચાણ(૪) વાળા જાહેરનામાના કલોઝ-૨ તથા ૧૦ માં ધાર્મિક કાર્યક્રમો કે જેમાં મોઢી સંખ્યામાં લોકો ભેગા થવાના હોય તેવા કોઈપણ પ્રકારના મેળવડા ઉપર પ્રતિબંધ રહેશે તેવી જોગવાઈ થયેલ છે. અત્રેના સબ ડીવીઝન વિસ્તારમાં લખપત તાલુકાના માતાનામઢ ખાતે આવેલ આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રીમાં સામાન્ય રીતે પાંચથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓ પદયાત્રા તથા વાહનોથી દર્શાનાર્થે આવે છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લખપત તાલુકાના માતાનામઢ ખાતે આવેલ આશાપુરા માતાજીનુ મંદિર દર્શાનાર્થીઓ માટે બંધ રાખવુ અતી આવશ્યક છે અને આ સમય દરમ્યાન યોજાતા મેળા ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂર જણાય છે.

જેથી  પ્રવિણસિંહ જૈતાવત, (જી.એ.એસ) નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, નખત્રાણા-કચ્છ ધી ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રગ્યુલેશન્સ, ર૦૨૦ ના કલોઝ નં.૨(૧) તથા વંચાણ (૩) વાળા હુકમ અન્વયે મળેલ સત્તાની રએ નીચે દર્શાવેલ પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે.

(૧) તા.૧૩/૧૦/ર૦ર૦થી રપ/૧૦/ર૦ર૦ સુધી લખપત તાલુકાના માતાનામઢ આવેલ આશાપુરા મંદિર જાહેર જનતા માટે તેમજ દર્શાનાર્થીઓ માટે બંધ રહેશે. (ર) આ સમય દરમ્યાન યોજાતા મેળા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. (૩) આ સમય ગાળા દરમ્યાન આવતા પગપાળા યાત્રાળુઓ માટે યોજાતા સેવા કેમ્પો ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.

નિર્ધારીત નિયંત્રણો સાથે આ પ્રવૃતિઓ કરી શકાશે

મંદિર ખાતે પરંપરાગત રીતે મંદિરના પુજારીશ્રી દ્વારા ઘટ સ્થાપન વિધી તેમજ અન્ય વિધીઓ તથા પુજા-અર્ચના સરકારશ્રી દ્વારા નકકી કરેલ લ્બ્ભ્ મુજબ કરી શકાશે.

એડવાઈઝરીઃ-

મંદિરના સવારે પ કલાક થી ૧૩ કલાક સુધી તેમજ બર્પોર ૧૫ કલાકથી ર૧ કલાક સુધી www.matanamadh.org ઉપર ઓનલાઇન લાઇવ દર્શન કરી શકાશે.

અમલવારીનો સમયગાળોઃ-

તા.૧૩/૧૦/ર૦ર૦ ૦૦-૦૦ કલાકથી તા.ર૫/૧૦/ર૦ર૦ના ર૪-૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

*** શિક્ષાઃ- આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત વિર્દ્ઘ દ્યી ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-ર૦ર૦ તથા ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ની જેગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાના ભંગ કરનાર ઈસમો વિરૂદ્ઘ ફરિયાદ દાખલ કરવા માટે થાણાના હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીઓને અધિકૃત કરવામાં આવે છે.

આ જાહેરનામાની બજવણી વ્યકિતગત રીતે કરવી શકય ન હોઈ,  એકતરફી હુકમ કરવામાં આવે છે. તેમજ ઉકત વિસ્તારના અને નખત્રાણા તથા લખપત તાલુકાના લોકોને સહેલાઈથી જાણ થાય તે માટે સહેલાઈથી દેખી શકાય તેવી જગ્યાએ તેની નકલ ચોંટાડીને તથા લાઉડ સ્પીકર તેમજ સ્થાનિકેથી પ્રસિદ્ઘ થતા વર્તમાનપત્ર દ્વારા તેની બહોળી જાહેરાત કરી/કરાવીને પ્રસિદ્ઘિ કરવાની કામગીરી નાયબ પોલીસ અપિક્ષકશ્રી, નખત્રાણાએ કરવાની રહેશે.

(11:28 am IST)
  • આસામ સરકારે 12 મા ધોરણના બોર્ડના અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો કર્યો : 1984 ની સાલના શીખ દંગલ ,ગુજરાતનું નવનિર્માણ આંદોલન ,2002 ની સાલના કોમી રમખાણો ,તથા અયોધ્યા વિવાદ મામલો સહિતના ચેપટર કાઢી નાખ્યા access_time 11:39 am IST

  • મુંબઈમાં બેફામ વરસાદ વરસ્યા પછી મોડી રાત્રે વરસાદ હવે લગભગ જગ્યાએ રહી ગયો છે. છુટાછવાયા ઝાપટા પડી જાય છે. સવાર સુધી ઝાપટા પડવાનું ચાલુ રહેશે. સવારથી એ પણ ઓછું થઈ જશે. સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાત ઉપર પણ વાદળા તદ્દન ઓછા થઈ ગયેલા નજરે પડે છે. કાલથી વાતાવરણ ચોખ્ખું થવા લાગશે. access_time 12:21 am IST

  • ભરૂચ નજીક ફરી એકવાર ટ્રાફિક જામની સ્થિતિ, બીસ્માર હાઇવેને પગલે ૧પ કિલો મીટર લાંબો ટ્રાફિક જામ : ઇમરજન્સી કામ માટે નીકળેલા અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં અટવાયા, તંત્રના વાંકે સામાન્ય જનતાને અનેક પરેશાની access_time 4:03 pm IST