Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

રાજુલા પંથકમાં જુગારના દરોડા: ૩ રેડમાં ૩૪ હડફેટે ચડી ગયા

જગદીશ જાખરા દ્વારા: રાજુલા પંથકમાં પોલીસે સાતમ-આઠમના તહેવારો દરમિયાન જુગારના દરોડા પાડી અલગ અલગ જગ્યાએથી ૩૪ લોકોને ઝડપી લીધા છે. રાજુલાના વાવડી ગામ માંથી જાહેરમાં જુગાર રમતા મુકેશ ચારોલા, કાળુભાઈ વાઘેલા સહિત ૧૫ લોકોને સોળ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જ્યારે રાજુલાના કોટડી ગામ માંથી જાહેરમાં જુગાર રમતા ધીરૂભાઇ ભીલ અને ભરતભાઈ બાંભણીયા સહિત ૧૦ લોકોને ૩૬ હજારના મુદ્દામાલ સાથે રાજુલા પોલીસે ઝડપી લીધા હતા.  આ ઉપરાંત રાજુલાના હીંડરણા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા ગોબર પથુ સોલંકી અને મધુ સોલંકી સહિત નવ શખ્સોને ૧૨ હજારથી વધુ રકમના મુદ્દામાલ સાથે પોલીસે પૂરી દીધા છે. આ બધા જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હાર-જીતની જુગાર રમતા હતા.

(4:56 pm IST)
  • અડવાણીજી એ જેટલીને શ્રધ્ધાજલી પાઠવી : ભાજપના વરિષ્ઠનેતા અને પુર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ અરૂણ જેટલીના પાર્થીવ દેહના દર્શન કરી શ્રધ્ધાજલી પાઠવી હતી. access_time 9:23 pm IST

  • તામિલનાડુના રસ્તે આતંકીઓ ઘૂસ્યાની આશંકા : દક્ષિણ ભારતમાં હાઇએલર્ટ :તિરુપતિ તિરુમાલામાં હાઇએલર્ટ પર : શ્રીલંકાથી તામિલનાડુના રસ્તે ભારતમાં પાકિસ્તાની આતંકીઓ ઘુસ્યાનાં હવાલે દક્ષિણ ભારતમાં હાઇએલર્ટ : તામિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એલર્ટ : સઘન સુરક્ષા ગોઠવાઈ : ઠેર ઠેર વાહનોની તપાસ શરૂ access_time 1:02 am IST

  • જેટલીના અંતિમ દર્શન કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ : રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અરૂણ જેટલીના નિધન અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ. રામનાથ કોવિંદે જેટલીના અંતિમ દર્શન કરી શ્રધ્ધાજલી પાઠવી access_time 7:53 pm IST