સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 24th August 2019

રાજુલા પંથકમાં જુગારના દરોડા: ૩ રેડમાં ૩૪ હડફેટે ચડી ગયા

જગદીશ જાખરા દ્વારા: રાજુલા પંથકમાં પોલીસે સાતમ-આઠમના તહેવારો દરમિયાન જુગારના દરોડા પાડી અલગ અલગ જગ્યાએથી ૩૪ લોકોને ઝડપી લીધા છે. રાજુલાના વાવડી ગામ માંથી જાહેરમાં જુગાર રમતા મુકેશ ચારોલા, કાળુભાઈ વાઘેલા સહિત ૧૫ લોકોને સોળ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે, જ્યારે રાજુલાના કોટડી ગામ માંથી જાહેરમાં જુગાર રમતા ધીરૂભાઇ ભીલ અને ભરતભાઈ બાંભણીયા સહિત ૧૦ લોકોને ૩૬ હજારના મુદ્દામાલ સાથે રાજુલા પોલીસે ઝડપી લીધા હતા.  આ ઉપરાંત રાજુલાના હીંડરણા ગામમાંથી જાહેરમાં જુગાર રમતા ગોબર પથુ સોલંકી અને મધુ સોલંકી સહિત નવ શખ્સોને ૧૨ હજારથી વધુ રકમના મુદ્દામાલ સાથે પોલીસે પૂરી દીધા છે. આ બધા જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હાર-જીતની જુગાર રમતા હતા.

(4:56 pm IST)