Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

કચ્છમાં મીની વાવાઝોડુઃ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનો મુકામ

દરરોજ સાંજના સમયે જુદા-જુદા વિસ્તારોમાં મેઘમહેરઃ આખો દિવસ ધુપ-છાંવ સાથે અસહ્ય ઉકળાટ

પ્રથમ અને બીજી તસ્વીરમાં ધોરાજીના પ્રાચીન શ્રી પંચનાથ મહાદેવ મંદિરમાં સફુરા નદીનું પાણી, ત્રીજી તસ્વીરમાં ધોરાજીમાં નીરના વધામણા, ચોથી તસ્વીરમાં ધોરાજીમાં વરસતો વરસાદ, પાંચમી તસ્વીરમાં ચલાલામાં તથા છઠ્ઠી તસ્વીરમાં લાલપુરમાં વરસતો વરસાદ નજરે પડે છે. (તસ્વીરઃ કિશોર રાઠોડ-ધર્મેન્દ્ર બાબરીયા (ધોરાજી), દિપક કારીયા (ચલાલા), ભકિત માખેચા-લાલપુર)

રાજકોટ તા.૨૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા સર્વત્ર ચોમાસાના માહોલ સાથે હળવો- ભારે વરસાદ પડી જાય છે અને મિશ્ર રૂતુનો અનુભવ છેલ્લા ઘણા દિવસોથી થઇ રહ્યો છે.

શનીવાર સાંજથી વાતાવરણ પલ્ટા સાથે મેઘરાજાનુ આગમન થયુ હતુ અને દરરોજ સાંજના સમયે હળવો-ભાર વરસાદ વરસી જાય છે જેના કારણે પાકને નવજીવન મળ્યુ છે.

ગઇકાલે પણ સાંજે જુનાગઢ-ધોરાજીમા ર ઇંચ તથા તાલાલા ગીર, મેંદરડા પંથકમાં ૪ ઇંચ વરસાદ પડ્યો હતો. જો કે સવારથી ધુપ-છાંવના માહોલ યથાવત છે.

ભુજઃ ગઈકાલ થી વાગડ વિસ્તારમાં મેધરાજા ની ધમાકેદાર શરૂઆત થઈ છે. રાત્રે આઠ વાગ્યે રાપર માં ધમાકેદાર મેધરાજા એ એન્ટ્રી કરી હતી અને થોડી વાર મા પાણી પાણી કરી નાખ્યું હતું અડધા કલાક સુધી ગાજવીજ સાથે પડેલાં વરસાદ થી શહેરમાં મુખ્ય માર્ગો પર પાણી વહેતું થયું હતું અને પાણીના નિકાલ ના હોવાથી એકતા નગર.. દેના બેન્ક ચોક.. તકિયાવાસ.. આથમણા નાકા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. આ વરસાદથી લોકો ને ગરમી મા રાહત મળી હતી અને ઉભા પાકને જીવતદાન મળ્યું હતું. રાપરની બાજુના ગ્રામ્ય વિસ્તાર ચિત્રોડ મા દોઢેક ઈંચ પડ્યા નું વિનોદ પ્રજાપતિ એ જણાવ્યું હતું .ઙ્ગ છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદ થી ખેડૂતો ના ઉભા પાકને વ્યાપક ફાયદો થશે ચિત્રોડ..કાનમેર ગોવિંદપર.. સુવઈ. બાદરગઢ.. નીલપર.. ખીરઈ.. સઈ.. રામવાવ ત્રંબો.. નાંદા.. પલાંસવા.. કિડીયાનગર.. ડેડરવા.. નલિયાટિંબા. ટીંડલવા સહિત ના ગામો એ મેધરાજા ની ધમાકેદાર એન્ટ્રી થી લોકો ખુશખુશાલ થઇ ગયા હતા અને મેધરાજા ને વધામણાં કર્યા હતા. આ વરસાદ થી વન વગડામાં આવેલા સિમ ના તળાવ મા નવા નીર આવ્યા હતા અને વન્ય પ્રાણી માટે ધાસચારા અને પાણીની સમસ્યા હલ થઇ ગઇ હતી.

ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો વચ્ચે કચ્છમાં સાર્વત્રિક વરસાદને બદલે છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ભુજમાં મેદ્યરાજાએ કરેલી હાઉકલી વચ્ચે ભુજ માંડવી વચ્ચે આવેલા બે ગામો લુડવા અને દહીંસરામાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. અંદાજીત દોઢેક ઇંચ વરસાદને પગલે ગામમાં પાણી વહી નીકળ્યા હતા. જયારે નખત્રાણાના ડાડોર ગામે મીની વાવાઝોડું ત્રાટકતા ગૌશાળાના છાપરા ઊડયા હતા. તો, વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થતાં ઊંટનું મોત નીપજયું હતું. તો, નિરોણા ગામે પણ જોરદાર ઝાપટું વરસી ગયું હતું. મુન્દ્રા તાલુકાના કંઠીપટ ના ગામો કુંદરોડી, ગુંદાલા, રતાડીયા વિસ્તારમાં ધમાકેદાર એન્ટ્રી સાથે એક થી દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો. તો, ખાવડા પંથકમાં પણ ધોધમાર એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

ધોરાજી

 ધોરાજીઃ ધોરાજી છેલ્લા ૩ દિવસથી રોજ બપોર પછી વરસાદ આવવાનું ચાલુ છે ત્યારે આજ સાંજે પાચ કલાકે જોરદાર બફારાબાદ વાવાજોડા સાથે દે ધનાધન વરસાદ પડતા સમગ્ર શહેર પાણી પાણી થઇ ગએલ નદી નાળાઓ અને ચેક કેમ ઓવર ફલો થઇ ગયેલ ધોરાજી નજીક આવેલ સફુરા નદીમાં ઘોડાપુર આવતા હજારો લોકો પૂર જોવા અને વાણીના વધામણા કરેલ હતા.

અને પંચનાથ મહાદેવ મંદિરના પગથીયા સુધી પાણી પહોચી ગએલ હતું. ધોરાજીમાં પપ મીમી વરસાદ પડેલ હતો. આ વરસાદને પગલે ભાદરમાં નવા નીર આવેલ હતા અને મોલાત એક દમ લીલી છમ દેખાવા લાગેલ હતી.

ચલાલા

ચલાલાઃ ચલાલામા સાંજના ૪.૩૦ કલાકે એકા એક વાતાવરણમાં બદલાવ આવીને કાળાડિંમાગ વાદળા વચ્ચે માડા વીશ મીનીટમા એકવીસ વરસાદ પડી જતા ચલાલા પંથકના વોકળા,ખાડા અને નાળા છલકાય હતા. ચલાલા પંથકમાં તમામ ખેતરોમાં પાણી વહી ઉઠ્યા હતા. હજુ તા.૨૧ના સવારના સાત વાગે વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર અઢી ઇંચ વરસાદ પડયા બાદ આજે ફરી માત્રવીસ મીનીટમા એક ઇંચ વરસાદ પડી જતા ચલાલા પંથકના ખેડુતો સહીત આમ જનતામા ખુશીનો માહોલ છવાયો છે.

જામનગર

જામનગરઃ શહેરનુ આજનું હવામાન ૩૮ મહતમ, ૨૬.૮ લઘુતમ, ૮૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(11:49 am IST)