Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

ધોરાજીમાં દિવાલ અને વિજ વાયર તૂટી પડ્યા

ધોરાજીઃ ભારે પવન અને વરસાદને કારણે શાકમાર્કેટ પાસે ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર વીશાળ વૃક્ષની ડાળી ત્યાંથી પસાર થતા પીજીવીસીએલના વાયર પર પડતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાની કે માલ હાનિ થવા પામી ન હતી. બીજી તરફ ખીજડા શેરીમાં આવેલ દરગાહ પાસેની દીવાલ ધરાશાયી થઇ હતી તેમાં પણ કોઇ વ્યકિત કે કોઇ નુકશાની ના સમાચાર મળવા પામ્યા ન હતા. (તસ્વીરઃ અહેવાલઃ કિશોર રાઠોડઃ ધોરાજી)

(11:38 am IST)