Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભાવનગરની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો :આરોપી ફારુખ શેખને મુદ્દામાલ સાથે એલસીબીએ ઝડપી લીધો

 

ભાવનગર પ્રભુદાસ તળાવમાં રહેતા ડો. વિજળીવાળાના રહેણાક મકાનમાં બે અજાણ્યા ઇસમોએ ૪૩,૭૦૦ની ચિજવસ્તુની ચોરી કર્યાના ગુન્હાનો ભેદ ઉકેલાયો છે ચોરી અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોઘાયેલ હતો

  લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફ પેટ્રોલીંગમાં હતાં તે વેળાએ રબ્બર ફેકટરી પાસે આવેલ મામાદેવના ઓટલા પાસે ઉભા હતા તે દરમ્યાન પોલીસ કોન્સ. વિઠ્ઠલભાઇ તથા ઇમ્તીયાઝખાન પઠાણને સયુંકત બાતમી મળેલ કે રબ્બર ફેકટરી પાસે આવેલ ઇનાર્કો કંપનીની ઓફીસ સામે કબ્રસ્તાનના દરવાજા પાસે અગાઉ ઘરફોડ ચોરીઓના ગુનામા પકડાયેલ ફારૂક શેખ નામનો છોકરો જેણે શરીર ઉપર વાદળી જુનુ જીન્સ પેન્ટ તથા બ્લ્યુ તથા આછા લાલ કલરની ચોકડી વાળી ડિઝાઇનનો શર્ટ પહેરીને ઉભેલ છે તેના હાથ મા એક થેલી છે જે થેલીમા ચોરાઉ મુદ્દામાલ છે

    બાતમીના આધારે પગપાળા ચાલીને કબ્રસ્તાનના દરવાજા નજીક પહોચતા ઉપરોક્ત વર્ણનવાળો ઇસમ ત્યા ઉભેલ હોય જેથી કોર્ડન કરી પકડી લીધેલ અને પંચો રૂબરૂ ઇસમનુ નામ-સરનામું પુંછતાં પોતે પોતાનુ નામ ફારૂકભાઇ કાળુભાઇ ભીખુભાઇ શેખ જાતે.સિપાઇ ( ..૨૩) (રહે.વડવાનેરા,મોભ પાન હાઉસ ની ગલ્લી,ભાવનગર ) હોવાનુ જણાવતાની થેલીમા પંચો રૂબરૂ જોતા એક કેમેરો મળી આવેલ કેમેરાના આધાર બીલ પુરાવા માંગતા પોતાની પાસે નહિ હોવાનું અને ફર્યું-ફર્યું બોલતો હોય.જેથી કેમેરો ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવેલ હોય.જેથી કેમેરા ની કિ ,૦૦ ગણી કલમઃ-૧૦૨ મુજબ કબ્જે કરવામાં આવેલ.અને ધોરણસર અટક કરેલ.તેમજ અંગજડતી માથી એક કાળા કલરની બોડી વાળો વિવો કંપનીનો ટચ સ્ક્રીન મોબાઇલ જેમા સીમકાર્ડ નં.૯૯૨૫૭૨૯૨૮૧ ના હોય જે મોબાઇલ ની કિ.રૂ.,૦૦૦ગણી કબ્જે કરી આગળની કાર્વાહી માટે ઘોઘારોડ પોલીસ સ્ટેશન ને સોપી આપલ છે.

  આરોપીની પુછપરછ દરમ્યાન તેણે કેમેરો આજથી આશરે દોઢેક માસ પહેલા પોતે તથા અમીન દીલાવરભાઇ રાઉમા (રહે.પ્રભુદાસતળાવ,હવા મસ્જીદ પાસે ભાવનગર) તથા મહંમદ ઉર્ફે મેડી સાઇદુનભાઇ (રહે. કુંભારવાડા, મોતીતળાવ, ખાર વિસ્તાર ભાવનગર ) ભેગા મળી અમીન ના પેશન મો.સા.મા બેસીને મહિલાકોલેજ પાસે ક્રુષ્ણકુમારસિંહજી અખાડા પાસે,નિશાંત સત્ય એપાર્ટમેંટ વાળા ખાચામા, કે.કે.એવન્યુ, ભાવનગરવાળાને ત્યા બંધ મકાનમા ચોરી કરેલાનુ જણાવેલ છે.

(12:26 am IST)
  • ક્રિકેટરમાંથી રાજકારણીઃ ગઇ કાલે ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ઇસ્ટ દિલ્હીમાંથી બીજેપીના ઉમેદવાર તરીકે નોમિનેશન ભરતાં પહેલાં શાનદાર રોડ-શો કર્યો હતો. access_time 11:22 am IST

  • અધધધ....: જેટ એરવેઝ ઉપર ૯ ભારતીય બેન્કો અને ૨ વિદેશી બેન્કોનું અધધધ ૧૧,૨૬૧ કરોડનું દેવું : એસબીઆઇ : ૧૯૫૮ કરોડ : પંજાબ બેન્ક : ૧૭૪૬ કરોડઃ યસ બેન્ક ૮૬૯ કરોડ : આઇડીબીઆઇ ૭૫૨ કરોડ : કેનેરા બેન્ક ૫૪૫ કરોડ : બેન્ક ઓફ ઇન્ડિયા ૨૬૬ કરોડ : ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક ૨૧૨ કરોડ અને સીન્ડીકેટ બેન્ક ૧૮૫ કરોડ : વિદેશી બેન્કો મસ્રેક બેન્ક ૧૪૦૦ કરોડ અને એસએસબીસી બેન્ક ૯૧૦ કરોડ access_time 4:02 pm IST

  • શ્રીલંકાને ધણધણાવવા ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયેલ..: શ્રીલંકામાં અનેક વિસ્ફોટોની હારમાળા સર્જી સેંકડોના જીવ હરી લેવાના કાળમુખા બનાવમાં ૯ સુસાઈડ બોમ્બરોનો ઉપયોગ થયો હતો : જેમાંથી ૮ને ઓળખી લેવાયાનું અને ૬૦ની ધરપકડ થયાનુ જાહેર થયુ છે : આ તમામ લોકો શ્રીલંકન નાગરીકો છે access_time 4:00 pm IST