Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભેંસાણના ચુડા ગામના બુથ પર પ્રિસાઇડીંગ ઓફિસર સાથે માથાકુટ કરનાર શખ્સ ઝબ્બે

મોબાઇલથી શુટીંગકરીને મતદાનની ગુપ્તતાનો પણ ભંગ કરેલ

 જુનાગઢ તા. ર૪ : ભેંસાણના ચુડા ગામના બુથ પર પ્રિસાઇડીંગ ઓફિસર સાથે માથાકુટ કરનાર અનવર દિવાન નામના શખ્ઇને પોલીસે ઝડપી લેવા  આ બનાવની તપાસ હાથ ધરી છે.

ગઇ કાલે જુનાગઢ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું જે માટે જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ચુડા ગામના મતદારો માટે સ્થાનિક કન્યા શાળા બુથ નં. ૧૪૩ ઉપર મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

ગઇકાલે આ બુથમાં ચુડાનો અનવર હાસમશા દિવાન નામનો શખ્સ ધુસી આવ્યો હતો તેણે પ્રિસાઇડીંગ ઓફિસર વિજયભાઇ કાંતીલાલ મહેતા (ઉ.પ૭) વગેરે સાથે ધનજીભાઇ કામળીનને કેમ મતદાન કરવા દેતા નથી તેમ કહીને રકઝક કરેલ અને મોબાઇલ મારફતે શુટીંગ કરી મતદાન પ્રક્રિયાનો ગુપ્તતાનો ભંગ કરેલ.

આથી અનવરને સમજાવવાનો પ્રયાસ કરવા છતા તેણે ચૂંટણી સ્ટાફ સાથે માથાકુટ કરેલ જે અંગે વિજયભાઇ મહેતાએ ભેંસાણ પોલીસ મથકમાં ફરીયાદ કરતા તાત્કાલીક પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગણતરીના જ કલાકોમાં અનવર દિવાને ઝડપી લઇ તેના વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(4:09 pm IST)