Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2019

ભાણવડમાં પૂર્વ ધારાસભ્ય મુળુભાઇ બેરાએ માનપર ખાતે મતદાન કર્યુ

ભાણવડ : લોકશાહીના પવિત્ર પર્વ એટલે ચૂંટણી, ત્યારે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરાએ સહપરિવાર સાથે પોતાના વતન માનપર ગામે મતદાન કર્યુ હતું. તેમજ પૂર્વમંત્રી મુળુભાઇ બેરાના પુત્ર સંદિપ મુળુભાઇ બેરાએ ૧૮, વર્ષની વયે ફર્સ્ટ ટાઇમ વોટર તરીકે માદેર વતન ભાણવડ ખાતે પ્રથમ વખત મતદાન કર્યુ. સંદિપ હાલમાં ગાંધીનગર કર્ણાવતી યુનિવર્સિટી ખાતે વકીલાતનો અભ્યાસ કરી રહ્યો છે. પત્રકાર રવિ પરમાર સાથેની વાતચીતમાં તેઓએ મતદાનનું મહતવ જણાવતા કહ્યું ખરાબ નેતા ત્યારે ચૂંટાઇ છે જયોર સારા નાગરિક મતદાન નથી કરતા આપણે સૌએ આ લોકશાહીનો પર્વ ઉજવવો જોઇએ અને સંપૂર્ણ મતદાન કરી નવભારતની રચનામાં સહભાગી બનવું જોઇએ.

(11:49 am IST)
  • પ.બં.ના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપર બનાવેલ ફિલ્મ ભગીનીનું ટ્રેઇલર બતાવવા સામે ચુંટણીપંચે પ્રતિબંધ લાદયા access_time 3:42 pm IST

  • લોકસભા ચુંટણી ૨૦૧૯ : આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન રાજકોટમાં થયું છે : આખા રાજ્યમાં સૌથી ઓછુ મતદાન અમરેલીમાં અને સૌથી વધુ મતદાન વલસાડમાં થયું છે : ૨૦૧૪ની સરખામણીએ આ વખતે પણ આખા રાજ્યનાં વોટર ટર્નઆઉટની એવરેજમાં બહુ મોટો ફેર નથી પડ્યો - એટલે હવે એ જોવાનું રહ્યું કે ૪૫ લાખ નવા મતદાતાઓ કઈ દિશામાં લઈ જશે ગુજરાતની ૨૬ બેઠકોને access_time 10:44 pm IST

  • ચુંટણી જંગ માટે તૈયારઃ ગઇ કાલે નોર્થ-ઇસ્ટ દિલ્હી લોકસભા સીટ માટે ઉમેદવારી પત્ર ભરવા માટે આવેલાં દિલ્હીનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શીલા દિક્ષીત access_time 11:22 am IST