Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

સાયલા નેશનલ હાઇવે પર ગોસળ બોર્ડ નજીક નાગરાજ ઢાબામાંથી ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલના જથ્થો ઝડપતી સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ડીઝલ લીટર-૬૪૦ કી.રૂા.૫૬,૩૨૦ તથા સ્વીફટ ગાડી નં.જીજે-૦૬-ઇડી-પ૮૩૨ કિ.રૂ.૩,૦૦,૦૦ તથા અન્ય મળી કુલ રૂ.૩,૫૭,૧૫૦ના મુદામાલ સાથે બે શખ્સ ઝડપાયા

સુરેન્દ્રનગર: પોલીસ અધિક્ષક સાહેબશ્રી મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં થતી ધરફોડ ચોરીઓ તથા વાહન ચોરીઓ અટકાવવા તથા ચોરાવ મુદામાલ શોધી ગુન્હાઓ ડીટેકટ કરવા તેમજ હાઇવે ઉપર થતી ચોરીઓ, તથા પેટ્રોલીયમ પેદાશોની ચોરીઓ અટકાવવા એકશન પ્લાન તૈયાર કરી, કાર્યવાહી કરવા એલ સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી.એમ. ઢોલને સુચના આપતાં જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. ઢોલએ એલ.સી.બી. ટીમને જરૂરી સુચના/માર્ગદર્શન આપતા એલ.સી.બી. ટીમ દ્વારા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ઉપર સાયલા તાલુકા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ, પેટ્રોલીંગ દરમ્યાન એલ સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમી હકીકત મેળવી સાયલા-ચોટીલા નેશનલ હાઇવે રોડ ઉપર ગોસળ બોર્ડ નજીક આવેલ નાગરાજ ઢાબા નામની હોટલમાં છાપો મારતા આરોપીઓ રામકૈલાશ શ્રી બ્રહ્મદેવ શાહ જાતે.હલવાઇ ઉવ.૩૨ ધંધો.હોટલ રહે.નાગરાજ ઢાબા, ગોસળ બોર્ડ નજીક, સાયલા-ચોટીલા નેશનલ હાઇવે તા.સાયલા મુળ રહે. બિહાર તથા ભરતભાઇ કનીરામભાઇ ગોંડલીયા જાતે.બાવાજી ઉવ.૩૮ ધંધો.વેપાર રહે.ઉમરડા તા.મુળી વાળાઓ સદર હોટલની પાછળના ભાગે પોતાના કબજા ભોગવટામાં કોઇપણ જાતના બીલ કે આધાર પુરાવા વગરનું ચોરી કે છળકપટથી મેળવેલ ડીઝલ ભરેલ પ્લાના નાના મોટા કેરબા નંગ-૧૬ કિ.રૂ.૮00/- તથા ડીઝલ લીટર-૬૪૦ કિ.રૂ.૫૬,૩૨૦/- તથા પ્લા.નું કરવાનુ નંગ-૧ કિ.રૂ.૧૦/- તથા પ્લા.ની નોઝલ નંગ-૨ કિ.રૂ.૨૦/- તથા મારૂતી સુઝુકી સ્વીફટ વી.ડી.આઇ કાર નં-જીજે-૦૬-ઇ.ડી.-૫૮૩૨ કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૩,૫૭.૧૫૦/- ના મુદામાલ સાથે પકડાઇ જતા સદર મુદામાલ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરી, મજકુર બંને ઇસમોને સી.આર.પી.સી. કલમ-૪૧(૧)ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ સાયલા પોલીસ સ્ટેશન સોપી આપેલ છે.

આ કામગીરી એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ. ઢોલના સીધા સુપરવિઝન માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમના પો.સબ.ઇન્સ વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. જુવાનસિંહ મનુભા તથા ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા વાજસુરભા લાભુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા નિકુલસિંહ ભુપતસિંહ તથા પો.હેડ.કોન્સ. અનિરૂધ્ધસિંહ અભેસંગભાઇ તથા પો.કોન્સ. ગોવિંદભાઇ આલાભાઇ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અશ્વિનભાઇ કારણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ધનયામસિંહની ટીમે કરી છે.

(9:36 pm IST)