Gujarati News

Gujarati News

રમશે ગુજરાત..જીતશે ગુજરાત :રાજયના યુવાઓને ખેલકૂદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા રાજય સરકાર કટિબધ્ધઃ અન્ન નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડીયા: વડનગર તાલુકામાં ૪૦૦ મીટર સિન્થેટીક એથ્લેટિક ટ્રેક બનાવવા માટે રૂપિયા ૬૫૫.૦૦ લાખની જોગવાઇ : વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે હોસ્ટેલની સુવિધા માટે રૂપિયા ૬૫૦.૦૦ લાખની જોગવાઇ :રાજયની યુવા પેઢીને મોબાઇલથી શારીરિક સ્પોર્ટસ તરફ પ્રેરિત કરવા “મોબાઇલ ટુ સ્પોર્ટસ” અભિયાન:ફિટ ઇન્ડિયા મુવમેન્ટ માટે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ૭ યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. :રાષ્ટ્રીય શાયર સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિમાં અત્યાધુનિક મ્યુઝિયમ બનાવાશે: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની માંગણીઓ મંજૂર access_time 9:12 pm IST

સહકારી ક્ષેત્રે ગુજરાત રાજ્ય દેશનું મોડલ :રાજ્યના અવિરત વિકાસમાં સહકારી પ્રવૃત્તિઓનું સવિશેષ યોગદાન:મંત્રી જયેશભાઈ રાદડીયા: સહકારી સંસ્થાઓએ રાજ્યમાં આર્થિક ઉપાર્જનમાં તો મહત્વનું યોગદાન આપ્યું, સાથે સાથે સામાજિક સમરસતાની ભાવના ફેલાવવાનું પણ અગત્યનું કાર્ય કર્યું : સહકારી પ્રવૃતિ વધુ મજબૂત બને અને સભાસદો આર્થિક રીતે વધુ સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર વિવિધ યોજનાઓ થકી સહાય આપવા કટિબદ્ધ:સહકાર વિભાગ માટે આ વર્ષે રૂા.૧૩૪૬.૯૧ કરોડની અંદાજપત્રિય જોગવાઇ:સંવેદનશીલ સરકાર દ્વારા ખેત પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનો ઉભા કરવા સહાય આપવાની વિવિધ યોજનાઓ અમલમાં:રાજ્યનો ખેડૂત પોતાનો માલ રાજ્ય બહાર પણ વેચી શકે તે માટે ઇ-નામ પ્લેટફોર્મ મારફત બજાર સમિતિઓને સાંકળવાનો પ્રયાસ : રાજ્યની ૧૨૨ બજાર સમિતિઓને ઇ-નામ સાથે જોડવામાં આવી: રાજ્યમાં દૈનિક દૂધ એકત્રીકરણ ૨૧૫ લાખ લિટર પ્રતિદિન સુધી પહોચ્યું છે, આ સભાસદોને દૈનિક રૂ. ૯૦ થી ૧૦૦ કરોડ પ્રતિદિન દુધની કીંમત ચુકવવામાં આવે છે.. access_time 9:03 pm IST