Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા મંદિર ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા મહાયજ્ઞ મહાપ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજીના જીન પ્લોટ વિસ્તાર ખાતે આવેલ પ્રાચીન ભક્ત શ્રી તેજાબાપા ની મોટી જગ્યા ભીડભંજન મહાદેવ ખાતે ભવ્ય ત્રિદિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જિલ્લા બેંકના ડિરેક્ટર લલીતભાઈ રાદડિયા સહ પરિવાર દિવ્યા મહાયજ્ઞમાં લાભ લીધો હતો
 ધોરાજીમાં જીન પ્લોટ વિસ્તારમાં આવેલ પ્રાચીન ભક્ત શ્રી તેજાબાપા મોટી જગ્યા મંદિર ભીડભંજન મહાદેવ ખાતે ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર દ્વારા ભજન મંદિરનું રીનોવેશન કામ બે વર્ષ થયા ચાલુ હતું જે આજે પૂર્ણ થતા ત્રણ દિવસ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં રાધાકૃષ્ણ ભગવાન અને રામ સીતા હનુમાનજી ગણેશજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે  વિશાળ  શોભાયાત્રા  ધોરાજીના લિબર્ટી સિનેમા રોડ થી ખરાવાડ પ્લોટ જીન પ્લોટ ચક્કરમાં થઈ શોભાયાત્રા નીકળેલ હતી અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે મહાયજ્ઞમાં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા જિલ્લા બેંકના ડીરેકટર લલીતભાઈ રાદડિયા હિતેશ ભાઈ કોયાણી જેતપુર નગરપાલિકાના પ્રમુખ સુરેશભાઈ સખરેલિયા વિપુલભાઈ બાલધા જીતુભાઈ સાવલિયા રાજકોટ ભક્ત શ્રી તળજા બાપા  પંચતત્ર ટ્રસ્ટના પ્રમુખ આર.કે કોયાણી મંત્રી સુરેશ ભાઈ વઘાસિયા પ્રતિ ગુણવંતભાઈ વઘાસિયા તેમજ  કેતનભાઈ કોયાણી વીજળી મહાનુભાવો મહાયજ્ઞનો દિવ્ય લાભ લીધો હતો
ત્રણ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં જૂનાગઢ સ્વામિનારાયણ મંદિર ના પૂજ્ય શ્રી  પી.પી. સ્વામી તેમજ પૂજ્ય શ્રી ધર્મભક્તિ સ્વામી  શ્રી કુંજ સ્વામી કથાકાર પૂજ્ય શ્રી વિજય સ્વામી તેમજ ધોરાજી હનુમાન વાડીના મહંતશ્રી વિગેરે સાધુ-સંતો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વાદ પાઠવ્યા હતા
 ત્રણ દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે ધીરુભાઈ કોયાણી એ યશસ્વી સેવા બજાવતા તેમનું ભક્ત શ્રી તેજા બાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટ દ્વારા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
 આ સમયે ધોરાજી ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક ટ્રસ્ટના આર.કે કોયાણી સુરેશભાઈ વઘાસીયા  અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ભાજપના અગ્રણી વી ડી પટેલ કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ  હિરપરા જે.કે વઘાસિયા હિતેશભાઈ કોયાણી તેમજ તમામ ટ્રસ્ટીઓ તથા સેવક ગણ  વિગેરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઊઠાવી હતી

(7:31 pm IST)