Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ભાણવડના રેંટા કાલાવડમાં લેન્ડ ગ્રેબિંગ હેઠળ શખ્સ વિરૂદ્ધ ગુનો

ર૦ એકર જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરતાં મકાન બનાવી નાખ્યંુ હતું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા. ર૪ : ભાણવડના રેંટા કાલાવડ ગામે સરકારી ખરાબાના ખાતા નં. ૪ર૮ રેવન્યુ સર્વેનં. ૧૦ર અને જુના ૩૮૪ પૈકીની કુલ ર૦ એકર જમીન જેની જંત્રી મુજબ કિંમત રૂ.૧ર.૯પ લાખ થાય છે તે જમીન ઉપર નાથા નાંઝા કારાવદરા નામના શખ્સે ગેરકાયદેસર કબ્જો જમાવી તેમાં વાવણી કરી ખેડી અને તેના ઉપર મકાનનું બાંધકામ કર્યું હતું. આ અંગે ભાણવડના નાયબ મામલતદારે ભીખાભાઇ પરમારે તપાસ કરી ફરીયાદ નોંધાવતા પોલીસે નાથા નાંઝા કારાવદરા વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ડી.વાય.એસ.પી.હિરેન્દ્ર ચૌધરી ચલાવી રહી છે.

(12:55 pm IST)