Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ધંધામાં ખોટ જતા જામનગરના વેપારીનો આપઘાત

પગ લપસી જતા વૃદ્વનું મોતઃ બાલવાના બે શખ્સો સામે એર-કો સીટી નોંધાઇઃ જુની અદાવતનો ખાર રાખી છરી મારીઃ પાકિટ ચોર મહિલા ઝડપાઇ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: લાલપુર તાલુકાના કરણા ગામે રહેતા છગનભાઈ લખમણભાઈ નારીયા એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  મનસુખભાઈ લખમણભાઈ નારીયા, ઉ.વ.પ૮, રે રણજીતસાગર રોડ, જામનગરવાળા સાધવી એન્ટરપ્રાઈઝ લોખંડ તથા સીમેન્ટની દુકાન ખોલી ધંધો કરતો હોય જેમાં આશરે સાડા ચાર કરોડનો નુકશાન ગયેલ હોય જેથી તે કયાય કીધા વગર ઘરથી ચાલ્યા ગયેલ હોય અને ખોટનો આઘાતમાં પીપરટોડા ગામે આવેલ રૂડીબાઈના મંદિર પાસે આવેલ વાડીએ મનસુખભાઈએ ઝેરી દવા પી લેતા મૃત્યુ પામેલ છે.

અહીં વંડાફળી ગરબી ચોકમાં રહેતા નિલેશભાઈ હરકાંતભાઈ ઓઝા, ઉ.વ.૪૬ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, રાજેશભાઈ જગદીશભાઈ ઓઝા, ઉ.વ.પર, રે. પંચેશ્વર ટાવર, વંડાફળી, ગરબી ચોક, જામનગરવાળા પોતાના ઘરે લપસીને પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવારમાં આવતા સારવાર દરમ્યાન મૃત્યુ પામેલ છે.

જામજોધપુરમાં આવેલ બાલવા–ઈદીરા સોસાયટીમાં રહેતા દિપક રાણાભાઈ ધુળા જાતે અનુ.જાતિ વણકર ઉ.વ. ૩૭ એ જામજોધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, બાલવા ગામે શાહરૂખ જુમાભાઈ ડફેર તથા હમીરભાઈ ઘૈયાભાઈ રબારી રહે. બન્ને બાલવાવાળાઓએ ફરીયાદીના ઘરની સામે ગાળો બોલતા હોય જેથી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપી શાહરૂખ છરી લઈ ફરીયાદીને મારવા દોડેલ અને ગાળો કાઢી જાતિ પ્રત્યે અપમાનજનક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ ફોનમાં પણ આરોપીએ ધાકધમકી આપી ગુન્હો કરેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દિવ્યરાજસિંહ કિશોરસિંહ ચૌહાણ એ ફરીયાદ નોંધાવી છે કે, પટેલ પાર્ક, સંગમબાગ, રણજીતસાગર રોડ, સામે, આરોપી ગોપાલ કૈલાશભાઈ ગોહિલ, સાહિલ કૈલાશભાઈ ગોહિલ, કારીયો રે. જામનગરવાળા ની સાથે ફરીયાદી દિવ્યરાજસિંહને જૂની માથાકુટ ચાલતી હોય જેનો ખાર રાખી આ ત્રણેય આરોપીઓ હથીયાર સાથે બે એકસેસ મોટરસાયકલ ઉપર આવી ફરીયાદી દિવ્યરાજસિંહને ગાળો આપી તથા સાહેદ કરણને આરોપી ગોપાલ કૈલાશભાઈ ગોહિલએ છરી વડે લોહીફુટ ની ઈજા કરી તથા ફરીયાદી દિવ્યરાજસિંહ તથા સાહેદ કરણને આરોપી સાહિલ કૈલાશભાઈ ગોહિલ, કારીયો એ લોખંડના પાઈપ તથા લાકડાનો ધોકાથી મુંઢ ઈજાઓ કરી તેમજ આરોપી ગોપાલ કૈલાશભાઈ ગોહિલ એ ફરીયાદી દિવ્યરાજસિંહને જાનથી મારી  નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ધનલક્ષ્મીબેન યોગેશભાઈ ધોળા એ ફરીયાદ નોંધાવી છે કે, દરબારગઢ શાકમાર્કેટ પાસે, જામનગરમાં ફરીયાદી ધનલક્ષ્મીબેન  આશાપુરા માતાજીના મંદિરના દર્શન કરવા ગયેલ તે દરમ્યાન આરોપી હલીમાબેન ઓસમાણભાઈ એ ફરીયાદી ધનલક્ષ્મીબેનની ખાખી થેલી માંથી એક હજાર રૂપિયાવાળુ ભાવના જવેલર્સનું પાકીટ ચોરી કરતા ઝડપાઈ ગયેલ છે.

સરમતના પાટીયા પાસે દારૂના જથ્થા સાથે ઝડપાયો

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરદેવસિંહ ઉમેદસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, સરમત પાટીયા પાસે, એસ્સારના પેટ્રોલ પંપની પાછળ આરોપી મનોજ ઉર્ફે મુનો કાંતીભાઈ રામાવત, રે. સરમતના પાટીયા પાસે બોટલ નંગ–ર૦, કિંમત રૂ.૧૦,૦૦૦/– નો વિદેશી દારૂનો જથ્થો પોતાના રહેણાંક મકાને રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

વરૂડી માતાના  પાટીયા પાસે દારૂની એક બોટલ સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. ચંદ્રેશભાઈ છગનભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવ છે કે, વરૂડી માતાના પાટીયા પાસે રોડ પર આરોપી મનીષભાઈ વશરામભાઈ વાગડીયા, રે. ધુડસીયા ગામ વાળો બોટલ નંગ–૧, કિંમત રૂ.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

(12:52 pm IST)