Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

ન્યારા એનર્જીના સલ્ફર પ્લાન્ટમાંથી વધુ ગેરકાયદેસર રીતે લઇ જવાતા સલ્ફરનું કૌભાંડ ઝડપાયુ

ખંભાળિયા, લાલપુર, રાણાવાવ, ગોંડલ, ધોરાજી સહિતના શખ્સો સામે નોંધાતો ગુનોઃ કંપનીના જ વેબ્રિજના ઓપરેટર દ્વારા ચલાવાતી હતી આખી ચેઇનઃ ૩ લાખથી વધુનો સલ્ફરનો જથ્થો બારોબાર પગ કરે તે પહેલાં જ સિકયુરીટીની મદદથી દોઢ વર્ષથી ચાલતું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૪ : તાલુકાના દેવળીયા ગામ નજીક આવેલી ન્યારા એનર્જીના સલ્ફર પ્લાન્ટમાંથી ગેરકાયદેસર રીતે ર૪.૮ર ટન સલ્ફરનો જથ્થો કિ. રૂ.૩,૪ર,ર૬૮નો ટ્રકમાં ભરી નિકળવા જતાં ત્રણ ટ્રક ઝડપાઇ જતાં તેના ચાલક અને કિલનરની પુછપરછમાં સમગ્ર કૌભાંડમાં બહાર આવ્યું હતું. જેમાં ખંભાળિયા, ધોરાજી, લાલપુર, ગોંડલ સહિતના ૧ર શખ્સોના નામ ખુલતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવમાં ન્યારા એનર્જીમાં નોકરી કરતા અને જામનગર સોલેરીયમ એપાર્ટમેન્ટમાં રહેતા  સંજય કલાશ કુલવામાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે યોગરાજસિંહ રઘુભા જાડેજા રહે.  શકિતનગર ખંભાળિયા, રાજેન્દ્રસિંહ અનોપસિંહ જેઠવા રહે. શકિતનગર ખંભાળિયા, મહાવીરસિંહ નટુભા ઝાલા, રહે. સોડસલા તા.ખંભાળિયા, સુખદેવસિંહ નટુભા જાડેજા, રહે. મિઠાઇ તા. લાલપુર, બ્રિજરાજસિંહ ભીખુભા ઝાલા રહે સોડસલા, તા.ખંભાળિયા, રામદે માલદે ઓડેદરા રહે. રાણાવાવ કિલનર, મડીયાભાઇ ભલ્લોલભાઇ શિંગાળ, ડ્રાઇવર સોહન મેહરસિંહ બારીયા, કલીનર કિરણ નારૂભાઇ પરમાર, રહે. તમામ સીમલીયા તા. દાહોદ, ગોંડલના રવિભાઇ નામનો વ્યકિત, ડ્રાઇવર કપીલ અમૃતલાલ પરમા રહે. ધોરાજી, કાંતીલાલ છગનભાઇ પરમાર રહે. દેવચડી તા. ગો઼ડલ વાળા વિરૂધ્ધ ગુનો નોંધી ખંભાળિયા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

દેવળીયા ખાતે આવેલા ન્યારા એનર્જીના સલ્ફર પ્લાન્ટમાં ગત રોજ બપોરના સમયે કંટ્રોલરૂમમાં હાજર હતો. ત્યારે કંપનીના સિકયુરીટી ઇન્ચાર્જ રામભાઇ ઓડદરા દ્વારા કંપનીના સીસીટીવી કેમેરા દ્વારા સલ્ફર લોડી઼ગ એરીયાનું નિરીક્ષણ કરતા હતા. ત્યારે તેના ધ્યાનમાં આવેલ કે જીજે૧ર વાય. ૯પર૮ તથા જીજે૩૬ ટી ૯૦૪ર અને જીજે ૦૬ એકસપ્રેસ ૧ર૬૯ નંબરના ટ્રક ચાલકો તથા કિલનર તેમની ટ્રકમાં સલ્ફર લોડ કરી તેમનું ફરીથી વેબ્રિજ ઉપર વજન કરાવ્યા વગર ત્યાંથી નીકળતા હતા.

ત્રણેય ટ્રકને કંપનીના વેબ્રિજ પાસે રોકી પુછપરછ કરતા કરી ટ્રકના ફરીથી વજન કરાવવામાં આવતા ત્રણેય ટ્રકમાં વધારાનો કુલ ર૪.૮ર ટન સલ્ફરનો જથ્થો જોવા મળતા ત્રણેય ટ્રક ચાલક અને તેના કિલનરોની વધુ પુછપરછ હાથ ધરતાં જણાવ્યું હતું કે વધારાનો સલ્ફરનો જથ્થો કંપનીના વેબ્રીજ ઓપરેટર બ્રિજરાજસિંહ ઝાલાના કહેાવથી ટ્રકોમાં ખરેખર જેટલો સલ્ફરનો જથ્થો ભરવાનો હોય તે ભરી અને વજન કરાવી વજન કાંટાની પહોંચ મેળવી ત્યારબાદ ફરીથી ટ્રકોમાં સલ્ફરનો જથ્થો ઓછો ભરેલ છે તેમ કહી ગેરકાયદેસર રીતે વધારાનો સલ્ફરનો જથ્થો ભરેલ અને આ જથ્થો યોગરાજસિંહ રઘુભા જાડેજા, રાજેન્દ્રસિંહ અનોપસિંહ જેઠવા, મહાવીરસિંહ નટુભા ઝાલાની મદદથી ગેરકાયદેસર સલ્ફરનો જથ્થો ભરી બહાર કાઢી કંપનીના વેબ્રિજ ઓપરેટર બ્રિજરાજસિંહના કહેાવથી ભુણાવા ગામના પાટીયા પાસે રવીભાઇ નામના વ્યકિતને આપવાનો હતો અને છૈલાલ દોઢ વર્ષથી સલ્ફરનો જથ્થો ભરીને લઇ જતા હોવાની કબુલાત આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ખંભાળિયા પીઆઇ વી.વી. વાગડીયા ચલાવી રહયા છે.

(12:51 pm IST)