Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

વેરાવળમાં સંગઠીત ગુના આચરતી ટોળકી સામે ગુજસીટોકનો ગુનોઃ અનેકની સંડોવણી બહાર આવશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૪: વેરાવળ તાલાલા સહીતના અનેક વિસ્તારમાં સંગઠીત ગુના આચરતી ટોળકીઓ ૧૦ વર્ષથી અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોય અને તે મીલ્કત, શરીર, આર્થિક લાભ સહીત અનેક ગુનાહીત પ્રવૃતી કરતા હોય તેવા ચાર કુખ્યાત શખ્સો સામે પી.આઈ ડી.ડી.પરમારે ફરીયાદી બની ગુજસીટોક નો ગુનો દાખલ કરતા ખળભળાટ મચેલ છે આ ટોળકી સાથે સંડોવાયેલ અનેક ની સંડોવણી બહાર આવશે.

જેમાં ગીર સોમનાથ જીલ્લા માં સંગઠીત ગુના આચરતી ટોળકીના ચાર આરોપી ૧૦ વર્ષમાં શરીરસંબધી, મીલ્કત સંબધી, આર્થિક ગુનો આચરેલ જેના આધારે ગુજસીટોક ની દરખાસ્ત તૈયાર કરી મોકલેલ હતી તે ચારેય આરોપીઓ સામે તા.રર/૩/ર૧ ના રોજ પી.આઈ ડી.ડી.પરમાર જાતે ફરીયાદી થઈ ગુનો દાખલ કરેલ હતો આ ચાર આરોપીઓમાં (૧) ઈમરાન ર્ફે ચીપો રહેમાનભાઈ મુગલ પટણી ઉ.૩૪ (ર)અમીત ઉર્ફે બાવો યોગેન્દ્ર ભારતી ગૌસ્વામીજાતે બાવાજી ઉ.ર૯ (૩) વિરેન્દ્ર ઉર્ફે વીકી હીમંતરાય દવે બ્રાહમણ ઉ.૪ર (૪) ઈમરાજ ઉર્ફે રોક જુસબભાઈ મોજોઠીયા ગામેતી ઉ.૩૭ આ ચારેય આરોપીઓ ઈરાદો પાર પાડવા ભેગા મળી આરોપી નં.૧ ઈમરાન ચીપાની આગેવાનીમાં સંગઠીત ગુનાઆચરતી ટોળકી બનાવી ૧૦ વર્ષની અંદર અનેક ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઉભું કરેલ છે ચારેય સામે ગુનો નોધી ત્રણની અટક કરેલ છે ચોથો આરોપી અમીત ઉર્ફે બાવો યોગેન્દ્ર ભારથી ગૌસ્વામી નાશી જતા તેની શોધખોળ ચાલુ છે.

ચારેય આરોપીઓ સામે અલગ અલગ ગુનાઓ ગુનો છે તેમાં (૧) ઈમરાન ઉર્ફે ચીપો રહેમાન મુગલ પટણી સાત ગુના (ર) અમીત ઉર્ફે બાવો યોગેન્દ્ર ભારથી ગૌસ્વામી ત્રણ ગુના (૩) વિરેન્દ્ર ઉર્ફે વીકી હીમતરાય દવે સાત ગુના (૪)ઈમરાન ઉર્ફે રોેક જુસબભાઈ મોજોઠીયાત્રણ ગુના નોધાયેલ છે આ ગુના ની તપાસ સોમનાથ સુરક્ષાના ડીવાયએસપી એમ.ડી.ઉપાઘ્યાય ને સોપાયેલ છે.

 ૧૦ વર્ષથી આ ટોળકી અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોય ભયનું વાતાવરણ ઉભું કરેલ હોય તેની સાથે અનેકની સંડોવણી બહાર આવશેતેમજ આ વિસ્તારમાં આ ટોળકી કરતા વધુ માથાભારે માફીયાગીરી, ગુડાગીરી કરતા અનેક ગેંગો કાર્યરત છે તેની સામે પણ કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

જીઆઈડીસીમાં ર૦ લાખનું બાયો ડીઝલ ઝડપાતા ફરીયાદ

વેરાવળના મામલતદાર મનસુખલાલ ચાંડેગરા એ તા.૩/૧૦/ર૦ના રોજ જીઆઈડીસી સફીના ફીશ કંપની પાસે બાયો ડીઝલ કોઈપણ લાયસન્સ વગર ગેરકાયદેસર વેચાણ કરતો ફૈયાઝ હાસીમ ગોડીય હોયતેથી દરોડો પાડી બનાવ ના સ્થળેથી ર૮ હજાર લીટર બાયો ડીઝલ તેમજ જુદા જુદા સાધનો મશીનો સહીત રૂ.ર૦ લાખ ૪૭ હજારનો મુદામાલ વેચાણ માટે રાખેલ હોય તેની સામે ગુનો દાખલ કરાવતા પ્રભાસપાટણ પોલીસે તપાસ હાથ ધરેલ છે.

(12:49 pm IST)