Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મીઠાપુર સુન્ની મુસ્લિમ ભડેલા જમાત જી.કે.જી. ગ્રુપ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ

મીઠાપુર : ઓખામંડળ તાલુકાના મીઠાપુર ગામે સુન્ની મુસ્લિમ ભડેલા જમાત જી.કે.જી. ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બક્ષીપંચ સોસાયટી મદ્રાસા ખાતે કરવામાં આવ્યુ હતું. બ્લડ માનવજીવન માટે કેટલુ ઉપયોગી છે તથા હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં તેમજ અન્ય અનેક બીમારીઓમાં બ્લડની જરૂરિયાત રહેતી હોય તેથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. સાથે સાથે આ કાર્યક્રમાં નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત જમાત દ્વારા આયોજિત ધોરણ -૧૦ના વિદ્યાર્થીઓને ફ્રી શિક્ષણ આપવા શિક્ષકોનું પણ સન્માન કરી તેમની આ ઉત્તમ કામગીરીને બિરદાવવામાં આવી હતી. સફળ બનાવવા પ્રમુખ હાજી ઇશાક, દાઉદ, ફૈઝલભાઇ તથા તેમની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. (તસ્વીર-અહેવાલ : દિવ્યેશ જટણીયા-મીઠાપુર)

(11:43 am IST)