Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

મોરબી મહિલા સામખ્ય તથા લાયોનેસ દ્વારા આવેદન

મોરબી : મહિલા સાંમખય અને લાયોનેસ કલબની બહેનોએ અધિક કલેકટરને રજૂઆત કરી જણાવ્યું હતું કે જેતલસર ગામે તરુણીની હત્યાનો બનાવ નિંદનીય છે જે તરુણીને ન્યાય મળે તેવા હેતુથી કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને આરોપીને કડક સજા કરીને દીકરીને ન્યાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અધિક કલેકટરને રજૂઆત કરતી વેળાએ બંને સંસ્થાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી તે તસ્વીર.

(11:41 am IST)