Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

પોરબંદર અને ઘેડ પંથક સાથે કોસ્ટલ હાઇવેથી જોડાયેલ માંગરોળ રેલવે ટ્રેઇકથી કયારે જોડાશે?

માંગરોળથી કેશોદ અને ચોરવાડ રોડ રેલવે સ્ટેશનો નજીકઃ કેરી અને મત્સ્યોદ્યોગથી જાણીતા શહેરની રેલ્વે સુવિધા પ્રશ્ને અવગણના

(સ્મિત સી. પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪ :.. પોરબંદર અને જુનાગઢ જીલ્લા ઘેડ પંથક વચ્ચે આવેલ માંગરોલ શહેર જે અરબી સમુદ્ર કિનારે વસેલ છે. બંદર ધરાવે છે. મત્સ્ય ઉદ્યોગ પર વિકસીત છે. ફાયબર -બોટ (ફીશીંગ) અત્રે બનાવવામાં આવે છે માત્ર  આંગળીના વેઢે ગણાય તેવો મત્સ્ય ઉદ્યોગ - અંતર્ગત ફીશીંગ બોટથી વિકસીત છે. સરકાર દ્વારા માંગરોલ વિકસાવવા માટે હૈયા ધારણ મળી છે. મત્સ્ય ઉદ્યોગથી બંદર વિકસે તે માટે અરબી સમુદ્રમાં જેટી બનાવાઇ રહેલ છે. આ જેટીનું ખાત મુર્હુત મહામહિમ વર્તમાન રાષ્ટ્રપતિ શ્રી રાજનાથ કોવિંદે કરેલ. પરંતુ આ ઉદ્યોગ સિવાય એકપણ ઉદ્યોગ નથી.

પોરબંદર અને ઘેડ પંથક સાથે કોસ્ટલ હાઇવેથી જોડાયેલ માંગરોળને રેલ્વે ટ્રેકથી જોડવા માગણી ઉઠી છે.

સને ૧૯૬૭ ની સાલમાં જુનાગઢ જીલ્લામાંથી મુળ ચોરવાડના વતની ઉદ્યોગપતિ અને છેલ્લે રાજકારણમાં પશ્ચિમ બંગાલમાં ભાજપ સરકારમાંથી ભલામણ કરાયેલ રાજયપાલશ્રીના પદ સુધી પહોંચેલ. સ્વ. વિરેન્દ્રકુમાર જીવનલાલ શાહ માંગરોલમાં ઉદ્યોગ સ્થાપવા પ્રયત્ન કરેલ ખાતા મુહુર્ત થયેલ. સાથો - સાથ માંગરોલ શહેર રેલ્વે વહેવારથી જોડાય તેવો પ્રયત્ન કરેલ. અધ્ધર તાલ આયોજન રહ્યું. માંગરોલ મુસ્લીમ રાજય હતું. વણીક ગૃહસ્થોથી સમૃધ્ધી ધરાવતું હતું. મોટાભાગના વણીક ગૃહસ્થી પરિવારો મુુંબઇ સ્થાયી થયેલ છે. માંગરોલને ભુલ્યા નથી. વર્તમાન સ્થિતિએ નજીવા ઉદ્યોગ આ શહેર વિકસીત થઇ શકતું નથી. તેમ છતાં જનસંખ્યા વધતી જાય છે. માંગરોળ ઘેડ વિસ્તારમાં હોય. બાગાયત ઉદ્યોગ પર આબાદી છે. એક સમયે માંગરોલની હાલની કેશર કેરીની ઓળખ ધરાવતી જે આંબરી કેરીનું ઘર ગણાય. તેમાં 'સાલ' ભાઇની આંબરી નામ પ્રચલીત છે. આ ઉપરાંત અન્ય જાતો હાફુસ, પાયરી, રસની અનેક જાતો પ્રખ્યાત હતી. આજે માંગરોળનું કેરીમાં નામ આવતું નથી.

રહેણાંક મકાનના ફળીયામાં અથવા વંડીમાં એક બે ફળાઉ કેરીના વૃક્ષ વાવેલ હોય, મધમધતી કેરી આકર્ષણ સાથે સફેદ જાંબુ (ગુલાબજાંબુ) માંગરોલ વિકાસ માટે તેમજ રેલ્વે સુવિધાથી જોડવા માટે જુનાગઢ ના સાંસદ અને માંગરોલ વિધાનસભામાં અલગ બેઠક હોય ધારાસભ્ય ચૂંટાયને આવે છે. પરંતુ આજદિન સુધી વિકાસની વાતો લઇને આવનાર રાજકીય પક્ષના બેનર તળે ચૂંટાતા ધારાસભ્ય અને સાંસદ સભ્ય વિકાસ બાબત સંકલન કરી  રાજય કે કેન્દ્ર સરકાર રજુઆત કરેલ નથી. જેના કારણે માંગરોળને સુવિધા રેલ્વેની મળી નથી. નજીકના સ્ટેશનો સાથે લીંકઅપ કરાયેલ નથી.

માંગરોલ બે દિશાથી રેલ્વે સુવિધાને લાભ મળે પ્રથમ કેશોદ સ્ટેશનથી માંગરોળ તેમજ માંગરોલથી ચોરવાડ રોડ (ગડુ) સ્ટેશન સુધી લીંકઅપ કરાય જોડી શકાય છે. તેમજ કેશોદથી માંગરોલ - ચોરવાડ રોડ (ગડુ) રાઉન્ડ લાઇન રેલ્વે ટ્રેકથી જોડાય જેથી અંદરના ગ્રામ્ય વિસ્તારોને લાભ મળે વિકસી શકે. માંગરોલના વિકસીન માનસ ધરાવતા મોભીઓ પણ ચુસ્ત જણાય છે. તેઓશ્રીને પદ મોભામાં રસ છે પણ વિકાસ માટે  ! સંકલનનો અભાવ છે કે શું ?

માંગરોલ રેલ્વે ટ્રેકથી જોડાય અને રેલ્વે સુવિધા મળતાં વધુ વિકસીન બને તે માટે જે તે સમયે ભાજપ પૂર્વ સાંસદ  ગોરધનભાઇ જાવીયા અને કોંગ્રેસ - ભાજપ પૂર્વે સાંસદ સ્વ. વિઠલભાઇ રાદડીયાનું ભાવનગર રેલ્વે મંડળ ડી. આર. યુ. સી. સી. મીટીંગમાં પ્રશ્નોતરી કાળમાં રજૂઆત કરેલ અને સરવે કરી પણ પૂર્વ સાંસદ મારફત રેલ્વે બોર્ડ ન્યુ દિલ્હી હેડ ઓફીસ મુંબઇને મોકલી આપેલ અફસોસ માંગરોળના પ્રતિધિતોએ આજદિન સુધી મૌન ધારણ કરેલ છે. અથવા અસાનતા દર્શાવે છે. પરંતુ વી. આઇ. પી. આગેવાનોની કુંભકર્ણ નિંદ્રા ઉડાડવી જોઇએ. વિકાસને ઝંખતા યુવકોને પણ સંગઠીત બની વિકાસ માટે જાગૃતી દાખવવી જરૂરી છે. સમય પાકી ગયેલ છે. સ્થાનીક સ્વરાજની સંસ્થાઓ, નગરપાલીકા, તાલુકા પંચાયત, વિવિધ સામાજીક સેવા પ્રવૃતિ કરતી સંસ્થા, કલબો, સંગઠ્ઠોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. માંગરોલની વ્યાપારી સંસ્થાઓ એસો. ને પણ જાગૃતી દાખવી નથી. જેના કારણે વ્યાપાર વૃધ્ધી બંધાયેલ છે. મર્યાદિત આવક - ટન ઓવરની અગાઉ ડીઆરયુસીસીના પૂર્વ સભ્ય એચ. એમ. પારેખ પૂર્વ સાંસદ ગોરધનભાઇ જાવીયાને કોસ્ટલ રેલ્વે ટ્રેક અંગે રજુઆતો કરી હતી.

આ ઉપરાંત ભારભરમાં તેમજ વિશ્વમાં વેપાર ઉદ્યોગ માટે આગવું સ્થાન ધરાવનાર શેઢા-પાડોશી, હાટીના માળીયા તાલુકામાં આવેલ. કુકસવાડા- કે સ્વ. ધીરૂભાઇ અંબાણીની કર્મભૂમિ - જન્મભૂતિ તેમણે શ્રીએ સ્થાપેલ રીલાયન્સ નામનો ઉદ્યોગ તેમના બે પુત્રો મુકેશભાઇ અંબાણી અને તથા અનિલભાઇ અંબાણી અન્યત્ર કર્મભૂમિ  બનાવી વિકસીત કરેલ છે. ત્યારે તેઓશ્રી ધ્યાન પાડોશી શહેર માંગરોલ તેમજ ચોરવાડનો વિકાસ થાય અને કુકસવાડા ઘર આંગણાના વિકાસ માટે આગ્રહ કરીને નિમંત્રીત કરવા તેમની મદદ લઇ માંગરોલને રેલ્વેથી જોડી દેવા માટે પોતાની વગ સરકારમાં વાપરે તેવો પ્રયત્ન હાથ ધરવા જોઇએ.

(11:31 am IST)