Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મોટાથાવરીયા ગામે અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો

જામનગર તા. ૨૪  : તાલુકાના મોટાથાવરીયા ગામે રહેતા ગોરધનભાઈ ડાયાભાઈ મકવાણાએ પોલીસમાં જાહેર કરેલ છે કે,  મોટા થાવરીયા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક અજાણ્યો અસ્થિર મગજનો પુરૂષ ઉ.વ. રપ થી ૩૦ આશરેવાળો મરણ ગયેલ હાલતમાં મળી આવેલ છે.

શોર્ટ લાગતા યુવકનું મૃત્યુ

અહીં ખોજા નાકા બહાર રહેતા અને જી.ઈ.બી.માં ફરજ બજાવતા યાકતભાઈ કાદરભાઈ નાઘાણી ઉ.વ. ૩૭ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, સલીમ અકબર સામદાર ઉ.વ. રપ રહે. લાલખાણવાળો જી.ઈ.બી.ની ૧૧ કેવી લાઈનમાં અકસ્માતે શોર્ટ લાગતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. બી.પી.જાડેજા ફરીયાદ નોંધાવી છેકે, ટાંકરડી સીમમાં, ખરેડી ગામે મેઈન રોડના પુલ પાસે ઈંડાની રેકડીએ  હાસમભાઈ ઓસમાણભાઈ દલ, રે. ખરેડી ગામે ટાંકરડી સીમ, તા.કાલાવડએ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ –ર કિંમત રૂ.૬રપ ની રાખી ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આર.આર.સેલના હેડ કોન્સ. ચંદ્રવિજયસિંહ એચ.ઝાલાએ ફરીયાદ નોંધાવી છે કે, પુનીતનગરમાં અનિલ કાંતીભાઈ રાયચુરા, ઓસમાણ  ઈંગ્લીશ દારૂની કંપની શીલ પેક બોટલ નંગ–૧,  કિંમત રૂ.પ૦૦ની મળી આવતા મજકુરને આપનાર નહિ મળી આવતા ગુનો કરેલ છે.આ કામના આરોપી ઓસામણ ફરાર થઈ ગયેલ છે.

પાણાખાણ વિસ્તારમાં જુગાર

અહીં સીટી સી-પોલીસ સ્ટેશનમાં રાજેન્દ્રસિંહ હેમતસિંહ ઝાલાએ ફરીયાદ નોંધાવી છેકે,ખોડીયાર કોલોની સામે ૮૦ ફુટ મેઈન રોડ રોયલ પુષ્પ પાર્ક માં ફરીયાદી રાજેન્દ્રસિંહના મકાનની બાજુમાં આવેલ અગાસી ઉપરથી ફરીયાદી રાજેન્દ્રસિંહના મકાનની પાછળની અગાસીમાં મંગળસિંહ ડીસવાળા, ત્રણ અજાણ્યા ઈસમો એ આવી ડીસકેબલ વાયર ૩૦ મીટર જેટલો જેની કિંમત રૂ.ર૦૦૦ની કાપી ચોરી કરી લઈ જઈ તથા ગ્રીનકલરની નેટ તોડી નાખી રૂ.૧૦૦૦થી ૧પ૦૦નું નુકશાન કરી કરી ગુનો કરેલ છે.

(1:04 pm IST)