Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વડાળીની પરીણીતાને મરવા માટે મજબુર કરનારા સાસુ, સસરા સહિત ૪ સામે ગુનો

સાસુ કમુબેન, સસરા જાદવ, નણંદ પ્રભા અને દીયર ભાવેશ સામે ફરીયાદ

રાજકોટ, તા., ર૪: સરધાર પાસે વડાળી સીમમાં વાડીએ દેવીપુજક પરીણીતાને આપઘાત માટે મજબુર કરનારા સાસુ, સસરા, નણંદ અને દીયર સામે મહિલા પોલીસ મથકમાં ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બાબરાના ધરાઇ ગામમાં રહેતા તારાબેન વિઠ્ઠલભાઇ ગોરાસવા (દેવીપુજક)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે ત્રંબા રહેતા સાસુ કમુબેન, સસરા જાદવ ગાંડાભાઇ, નણંદ પ્રભા જાદવભાઇ અને દિયર ભાવેશ જાદવના નામ આપ્યા છે. તારાબેને ફરીયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં ત્રણ દીકરા અને બે દિકરી છે. જેમાં મોટો હસમુખ જે ધરાઇ ગામે રહે છે. તેનાથી નાનો સંજય જે મોરબી રહે છે. તેનાથી નાની દીકરી ચકુબેન જે કેશવાળા સાસરે છે. તેનાથી નાની દીકરી વનીતા અને તેનાથી નાનો વિપુલ છે. મારી દીકરી વનીતાના લગ્ન ત્રંબા ગામે રહેતા દિનેશ જાદવભાઇ મીઠાપરા સાથે ૧૧ વર્ષ પહેલા જ્ઞાતિના રીતરીવાજ મુજબ લગ્ન કર્યા હતા. જમાઇ દિનેશ ખેતીની મજુરીકામ કરે છે. પુત્ર વનીતા અને તેનો પતિ દિનેશ એક વર્ષથી વડાળી ગામની વાડી વાવવા રાખેલ છ. તેના સાસુ, સસરા, દીયર અને નણંદ ત્રંબા ગામે રહે છે. વનીતાની નણંદ પ્રભાના લગ્ન મારા દિકરા સંજય સાથે ૧૧ વર્ષ પહેલા કરેલા હતા. પરંતુ પ્રભા અમારા ઘરે બે મહીના રોકાઇ તેના માવતરે રીસામણે  જતી રહેલ ત્યારથી તે તેના માવતરે   મારી દિકરી વનીતાને સંતાનમાં બે દિકરા છે. મારી દિકરી વનીતાની નણંદ પ્રભા જે મારા દિકરા સંજય સાથે લગ્ન કરેલ કર્યા હતા. મારા દિકરા સંજયની પત્ની પ્રભા અમારા ઘરે છે મહિના રહ્યા બાદ તેના માવતરે રિસામણે બેઠેલ જેથી આમારા દિકરા સંજયની પત્ની પ્રભાને સામે અવારનવાર તેડવા માટે જતા હોય અને મારી દિકરી વનીતાને  તથા તેના સાસુ, સસરા નણંદ અને દીયરને પ્રભાને મોકલવા માટે સમજાવતા હતા પરંતુ તેને મોકલેલ નહીં બાદ મારો દિકરા સંજય તેની પત્ની પ્રભા અવાર નવાર તેડવા જતો હોઇ તે તેઓને સારૂ નહી લાગતા મારી દિકરી વનીતાને તેની સાસુ, સસરા, નણંદ અને દિયર અવારનવાર મેણાટોણા મારી ત્રાસ આપતા હોઇ જેથી ત્રાસી જઇ વનીતાએ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મહિલા પોલીસે મૃતક વનીતાની માતા તારાબેન ગોરાસયાની ફરીયાદ પરથી મૃતક વનીતાના સાસુ, સસરા, નણંદ અને દીયર વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. આઇ. એમ. ઝાલાએ તપાસ આદરી છે.

(1:03 pm IST)