Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

મોરબીમાં આયોજીત ભાગવત સપ્તાહની પૂર્ણાહુતી

મોરબી : દરબાર ગઢ નજીકની ખોખાણી શેરીમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહનો તા. ૧૭ થી પ્રારંભ થયો હતો. જેમાં પોથી યાત્રા, કૃષ્ણ પ્રાગટ્ય, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર જેવા ધાર્મિક પ્રસંગોની ધામધૂમ અને ભકિતભાવથી ઉજવણી કરવામાં આવી હતી તે ઉપરાંત દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન કથા શ્રવણનો ભકતોએ લાભ લીધો હતો. અને શુક્રવારે સપ્તાહના અંતિમ દિવસે હવન અને ભાગવતજીની હુંડી કથા સાથે સપ્તાહની પુર્ણાહુતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સપ્તાહના ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા ખોખાણી શેરી મિત્ર મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. તસ્વીરમાં કથા શ્રાવણ કરતા શ્રોતાજનો તથા કથા રસપાન કરાવતા શાસ્ત્રીજી નજરે પડે છે.

(11:34 am IST)