Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વેરાવળના ઇશ્વરીયા ગામે જ્ઞાનદીપ શાળાના વિદ્યાર્થીઓનો એન.એસ.એસ. કેમ્પ સંપન્ન

જ્ઞાનદીપ વિદ્યા મંદિરના બાળકોએ ઇશ્વરીયા ગામે સફાઇ કામગીરી કરેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ -પ્રભાસપાટણ)

પ્રભાસપાટણ, તા. ર૪ : વેરાવળ તાલુકાના સવજા ગામે આવેલ જ્ઞાનદીપ હાઇસ્કૂલ દ્વારા વેરાવળ તાલુકાના ઇશ્વરીયા ગામે એન.એસ.એસ.ની સાત દિવસની શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું જે સંપન્ન થયેલ છે.

શિબિર દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા ગ્રામ સફાઇ, વૃક્ષારોપણ, ભીતસુત્રો, પશુ નિદાન કેમ્પ, કેશલેસ માર્ગદર્શન, સ્ત્રી સશકિતકરણ, કોમ્પ્યુટર માર્ગદર્શન વગેરે જેવી પ્રવૃતિઓ ઉપરાંત ગામનો સામાજિક શૈક્ષણીક તેમજ ભૌતિક સર્વે કરવામાં આવેલ ૩૦ મુદાના આ સર્વેમાં ગામની આર્થિક સદ્ધરતા, જાતિય અસમાનતાનું નહિવત પ્રમાણ,  નિરક્ષરતાનું પ્રમાણ, શિક્ષણનું સ્તર, ઉચ્ચ શિક્ષણનું સ્તર, સોશિયલ મીડીયાનો ઉપયોગ, આધારકાર્ડની માહિતી, શૌચાલય સ્થિતિ વગેરે બાબતો જાણવા મળેલ હતી.

શિબિરને સફળ બનાવવા ગામના સરપંચ વનરાજભાઇ ડોડીયા તેમજ ગામલોકોનું વિશેષ માર્ગદર્શન રહેલ. ગામના દિનુભાઇ પરમાર અને તેમની ટીમ પણ ખૂબ સારો સહકાર મળેલ અને સમાપનના દિવસે વિદ્યાર્થીઓ અને મહેમાનોને તેઓએ ભોજન કરાવેલ હતું. આઇ.ડી. ચૌહાણ શાળાના પ્રોગરામ ઓફીસર સૈયદ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવેલ. આ શિબિરને સફળ બનાવવા શાળાના આચાર્ય કે.કે. ખેર, સ્ટાફગણ વગેરેએ જહેમત ઉઠાવી હતી. શિબિરના વિદ્યાર્થીઓને સંપૂર્ણ માર્ગદર્શન એમ.કે. પરમાર દ્વારા પૂરૂ પાડવામાં આવેલ.

(11:26 am IST)