Gujarati News

Gujarati News

News of Saturday, 24th February 2018

વડિયા તાલુકા પંચાયતની સનાળી બેઠક ઉપર ભાજપનો વિજયઃ કોંગ્રેસના ગઢમાં ગાબડા

પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉધાડ અને ટીમની મહેનત રંગ લાવી

વડિયા તા. ૨૪ : ત્રીસ વર્ષ થી કોંગ્રેસે જમાવેલ દબદબો મતદાતાઓ એ વડિયા કુકાવાવની બાર સનાળી બેઠક પરના કોંગી ઙ્ગઉમેદવાર ધીરૂભાઈ મોવલીયાનુ અવસાન થતા ખાલી પડેલ બેઠક પર ફરી ચુંટણી થતા ભાજપના ઉમેદવારનો ૨૪ મતથી વિજય થતા ભાજપમા હરખની હૈલી જોવા મળેલ ખાલી પડેલ બેઠક પર ભાજપ તરફથી પરસોતમભાઈ આકોલીયા અને કોંગ્રેસ તરફથી બાવલાભાઈ મોવલીયા ઉભા રહેલ જોકે આ સનાળી, મેઘાપીપળીયા, તરઘરી, તાલાળીની સીટ પર છેલ્લા ત્રીસ-ત્રીસ વર્ષથી કોંગ્રેસ જીતતુ આવે છે.

આ દબદબો આજ વખતે પબ્લિકે ભાજપ ઉપર ભરોસો મૂકી કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડ્યો અને કોંગ્રેસના ગઢમાં ગાબડા જોવાનો વારો આવયોછે અને ભાજપનો ભવ્ય વિજય થયેલછે જોકે ભાજપના કાર્યકરોના જણાવ્યા અનુસાર આ બેઠક ઉપર તાલાળી, સનાળી, મેઘાપીપળીયા, તરઘરી આમ ચાર ગામ આવેછે અને આ ચારેય ગામોમા અહીના ધારાસભ્ય અને ગુજરાતના વિપક્ષના નેતા પરેશ ઘાનાણી તાલુકા પંચાયતના પ્રમુખપતિ કાનાભાઈ વાસાણી, કોંગ્રેસ ના કન્વીનર તેમજ જીલ્લા પંચાયતના ચેરમેન સહીતનાઓએ ચારેય ગામોમા રાત દિવસ તમતોડ મહેનત કરી ને જોરસોર થી પ્રસાર પ્રચારો અને સભાઓ પણ કરી હતી છતા કોંગ્રેસને પરાજય મળ્યો. વડિયા કુકાવાવ તાલુકા પંચાયતમા ટોટલ ૧૬ સભ્યછે જેમા ૧૨ કોંગ્રેસના ૧ અપક્ષ અને ૩ ભાજપ આમ ૧૬ સભ્ય થાય છે.

ભાજપને વિજય અપાવવા માટે ભાજપ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય બાવકુભાઇ ઉંધાડે સખત દોડધામ કરી હતી અને તેમની મહેનતના કારણે સનાળી બેઠક ભાજપના ફાળે ગઇ છે.

(11:21 am IST)