Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મોરબી નજીક સિરામીક યુનિટમાં આગઃ ડામરના બોઈલરમા આગથી નાસભાગ

જામનગરઃ મોરબી-માળીયામિંયાણા હાઈવે ઉપર સનોરા વિક્ટ્રીફાઈડ નામના સિરામીક યુનિટમાં આજે ડામરના બોઈલરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતા પાલિકાના ફાયર ફાઈટરો આગને કાબુમાં લેવા દોડી ગયા હતા. સિરામીક કારખાનામાં કોલગેસી ફાયર ચલાવવા માટે કોલસાના ડામરનો ઉપયોગ થાય છે ત્યારે ડામરના બોઈલરમા આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

(5:27 pm IST)