Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

બનાસકાંઠામાં એસ.ટી. બસમાં તોડફોડઃ બસ સળગાવવાનો પ્રયાસઃ ૬ને ઈજા

ભૂજઃ પદ્માવત ફિલ્મનો વિરોધ યથાવત છે ત્યારે આજે બનાસકાંઠામાં એસ.ટી. બસમાં તોડફોડ કરીને બસને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉણ ગામ નજીક આજે પાલનપુર-ભૂજ રૂટની બસ ઉપર ટોળાએ હુમલો કર્યો હતો અને એસ.ટી. બસમાં તોડફોડ કરતા બસના ડ્રાઈવર સહિત ૬ લોકોને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે બસના ડ્રાઈવર અને કંડકટરે થરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકોના ટોળા સામે ફરીયાદ કરી છે

(5:25 pm IST)