Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ગોંડલના વોરાકોટડા બિલેશ્વર મહાદેવ મંદિરના મહંતને ખૂનની ધમકીઃ પોલીસ રક્ષણની માંગણી

ગોંડલ તા.૨૪: વોરાકોટડા ગામના બિલેશ્વર મહાદેવ મહાદેવ મંદિરના મહંત દ્વારા ભૂમાફિયાઓ દ્વારા તેઓની હત્યા કરાશે તેવી દહેશત વ્યકત કરી જિલ્લા પોલીસ વડા તેમજ કલેકટર સમક્ષ રણ આપવા માંગ કરી છે. ભૂમાફિયાઓ મંદિરની જમીનમાં ગેરકાયદે ખનન કરતા હોય અને માટી ઉપાડતા હોવાનું મહંત દ્વારા જણાવવામાં આવ્યું છે.

બિલેશ્વર મહાદેવ મંદિરના પૂજારી રાજુગીરી ડાયાગીરી મેઘનાથી દ્વારા જિલ્લા પોલીસવડા તેમજ કલેકટરને પત્ર લખી ફરિયાદ કરવામાં આવી છે કે વોરાકોટડા ગામનાં જ ઘેલાભાઇ ચોથાભાઇ અને રોહિત કુંભાભાઇ તેમજ ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા તેઓને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. આ શખ્સો ગેરકાનૂની રીતે ખનન કરતા હોય અને માટી ઉપાડવામાં આવતી હોય જેમાં મહંત આડખીલીરૂપ હોય તેમને હટાવવા ઉપરોકત શખ્સો દ્વારા હત્યા પણ નિપજાવવામાં આવે તેવી દહેશત વ્યકત કરવામાં આવી છે જેથી કલેકટર અને જીલ્લા પોલીસવડા પાસે રક્ષણ માંગ્યુ છે તો પાંચ વર્ષ પહેલા પણ હુમલો થવા પામ્યો હતો જે અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. ત્યારે મંદિરના મહંતના જીવને જોખમ હોવાની બાબતે સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી છે.

(4:09 pm IST)