Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

દુરદર્શન પ્રસારણ કેન્દ્ર માંગરોળ, બાંટવા, અને ધોરાજીની સેવાઓ તા. ૩૧ મીથી બંધ

ડીઝટલાઇઝેશનના ભાગરૂપે દિલ્હીથી છુટેલા આદેશો મુજબ

રાજકોટ તા. ૨૪ : દુરદર્શન કેન્દ્ર રાજકોટની એક યાદીમાં જણાવાયુ છે કે આગામી તા. ૩૧ મીના રાત્રે ૧૨ વાગ્યાથી દુરદર્શન પ્રસારણ કેન્દ્ર બાંટવા, ધોરાજી, માંગરોળ ખાતેના એનેલોગ ટ્રાન્સમિટર  એટલે કે પ્રસારણ સેવા ડાયરેકટર જનરલ દુરદર્શન દિલ્હીના આદેશ પ્રમાણે બંધ કરવામાં આવી રહી છે.

ડીઝીટલાઇઝેશનના ભાગરૂપે દેશભરમાં ૨૭૩ લો પાવર ટી.વી. રીલે સેટ બંધ કરવા આદેશ થયા છે. તેમાં સૌરાષ્ટ્રના આ ત્રણેય કેન્દ્રોનો પણ સમાવેશ થતા સેવા બંધ કરવામાં આવી રહી છે.  જો કે બાદમાં ટુંક સમયમાં ડીઝીટલ સેવા શરૂ કરાશે. તેમ દુરદર્શન કેન્દ્ર રાજકોટ (ફોન- ૦૨૮૧- ૨૩૮૭૫૨૯) ની યાદીમાં જણાવાયુ છે. (૧૬.૫)

(3:54 pm IST)