Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

ઝાલાવાડમાં નર્મદાના પાણી ખેંચવાના મશીનો હટાવવા ૩૦૦ ખેડૂતોને નોટીસ

વઢવાણ તા.ર૪ : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલના  કારણે સુરેન્દ્રનગર જિલ્લાનો નાનામાં નાનો ધરતી પુત્ર સમૃધ્ધ બન્યો છે. ખેતી કરી અને સારી એવી આવક મેળવવામાં સુરેન્દ્રનગર જિલ્લાના ધરતીપુત્રો મોખરેના સ્થાને રહેલા છે

ત્યારે ગુજરાતમાં ચૂંટણી પતતાની સાથે જ ગુજરાત સરકાર દ્વારા-ખેડુતોના હિતની વાત કરવાના બદલે ખેડુતોને પાયમાલ કરવા માટેનું કારસ્તાન હાલમાં રચાયુ હોવાનુ ખુલવા પામ્યુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ જેટલા ગામડાઓને મળતુ સિંચાઇનું પાણી બંધ કરાવવા અને પોત-પોતાના સાધનો હટાવી લેવા માટે ત્રણ જ દિવસની મહેતલ આપવામાં આવેલ છે.

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ૩૦૦ જેટલા ગામડાઓમાં ખેતરોમાં રહેલો રવિપાક અને હવે ઉનાળુ વાવેતરના પાક ઉપર ભારે ખતરો સર્જાવાના એંધાણ હાલમાં વર્તાઇ રહ્યા છે.

જીલ્લાનાં સૌથી વધુમાં વધુ નર્મદા કેનાલનું સિંચાઇ પાણી, ખેડૂતોને મળી રહ્યું છે. અને સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાના ખેડૂત પણ નર્મદાના પાણી ન મળવાના કારણે  સમૃધ્ધ થયેલો છે. જયારે દર વખતે ચૂંટણીમાં પણ નર્મદા કેનાલ, અને નર્મદા, ના નીર દુહાઇ આપી ભાજપની આ સરકાર કાયમ મત માગે છે.ત્યારે નર્મદા નદી - સરદાર સરોવર અને ધોળીધજા ડેમ છલોછલ ભરાવવા છાત્ર પણ અચાનક નર્મદા કેનાલ માં પાણી બંધ કરવાની જાહેરાત હાલમાં કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ખેડૂતો દ્વારા કેનાલો ઉપર મુકેલા સાધનો હટાવી લેવા માટેનાં પણ તાકીદ કરવામાં આવેલ છે. સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા આગામી ત્રણ દિવસમાં આવા સાધનો દુર કરવા માટેની નોટીસો ખેડૂતોને ફટકારવામાં આવી છે. આ નોટીસ માં જણાવ્યા અનુસાર નર્મદા, નહેરો ઉપર જે કોઇ એ પણ બિન અધિકૃત પાણી ઉપાડ માટે બકનળીઓ ડીઝલપંપ ઓઇલ પંપ વગેરે જે મુકવામાં આવ્યા છે. જેઓએ આગામી ત્રણ જ દિવસમાં આવા સાધનો ઉપાડી લેવા અથવા તો કેનાલ ઉપરથી દુર કરવા માટે જણાવવામાં આવેલ છે.

સુરેન્દ્રનગર - વઢવાણના ખેડૂત આગેવાન મોહનભાઇ પટેલ દ્વારા આ નોટીસ  આપી અને જે ખેડૂતોના પાણી બંધ કરવામાં આવનાર છે. ત્યારે આ નોટીસ અનેખેડૂતો  ઉપર હાલમાં નર્મદા નિગમ દ્વારા અત્યાચાર સમાન પગલા લેવા માટે જણાવવામાં આવ્યુ છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સુધી આ રજૂઆત કરી સરકાર સામે સમય અનુસાર વિરોધ કરી અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા રજૂઆત કરવા માટે કાર્યવાહી હાથ ધરવા માટે જણાવવામાં આવેલ છે.

જિલ્લા કલેકટર ઉઠીત અગ્રવાલ, દ્વારા સુરેન્દ્રનગર સંકલન સમિતિના એક બેઠકમાં એક નિર્ણય કરવામાં આવ્યો છે કે જે  નર્મદા નહેરમાંથી પાણી ચોરી કરી રહ્યા છે. તેને પાણી ચોરી બંધ કરાવવા માટે ખાસ કરીને આ કેનાલો ઉપર પેટ્રોલીંગ સહિતના કાર્યવાહી   હાથ ધરી પાણી ચોરીકરતા ખેડૂતોને અટકાવવા કામગીરી કરાશે.

(3:49 pm IST)