Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

દ્વારકા જગત મંદિરની સુરક્ષા કરતી હોમગાર્ડઝ યુવતિઓનુ વારંવાર અપમાન-પગારમાં અનિયમતતા

શારીરિક-માનસિક શોષણ થતુ હોવાનો આક્ષેપઃ રાજયના ડાયરેકટર જનરલ હોમગાર્ડઝ વિભાગમાં ફરિયાદ

 જામનગર, તા. ૪ :  જામનગરમાંથી અલગ થયેલા અને પાડોશી જિલ્લા દેવભૂમિ દ્વારકામાં આવેલા જગતમંદિરની સુરક્ષા કરતી મહિલા હોમગાર્ડઝ યુનિટની યુવાન બહેનો એ શારીરીક માનસીક શોષણ થતા હોવાની રાજય કક્ષાને લેખિત ફરીયાદ કરવા ચકચાર મચી જવા પામી છે. આ બહેનોમાંથી અમુક ત્યકતા, વિધવા છે. અમુક આંગણવાડી વર્કર છે, અમુક ભણે છે, અમુક માંડમાડ પરિવારમાં માતા-પિતા બાળકો અન્ય સભ્યો તથા અમુક બેરોજગાર પતિ સહિતના ભરણપોષણની જવાબદારી નિભાવે છે.

તેમની નબળાઇનો લાભ લઇ ઇન્ચાર્જ કમાન્ડીંગ બી.એસ. કારડીયા, આ યુવા હોમગાર્ડઝ મહિલાઓને અપમાનીત શબ્દો કહે છે 'તમારા મોઢા અરીસામાં જુઓ', 'સફાઇ કામદારમાં પણ ન રખાય', 'ઓફીસે આવી જાજે' 'ભથ્થુ નહીં મળે', 'રજા નહીં મળે મુકી દે નોકરી', 'ડ્યુટી બજાવતા આવડતી નથી', 'આ જાતિના આવા ન હોય', 'પરેડ તો અમે કેશુ અમે જ કરવી પડશે', 'ગમે તે સમયે બોલાવીને આવવુ પડશે' એ સિવાય અમુક ઔચિત્ય ભંગ થાય તેવા શબ્દો કહેવાય છે જેનો ઉલ્લેખ યુવતિઓ કરી પણ ન શકે.

ડયુટીમાં ઓફિસ કામ હોય તે માટે કવોલીફાઇડ બહેનો હોવા છતાં અમુક મળતીયાઓને નોકરીમાં રાખ્યા છે. જે કવોલીફાઇડ નથી તેમજ પરેડ ગમે તે સમયે રાખીને હેરાન કરાય છે ઉપરાંત ઓફિસમાં ગમે ત્યારે બોલાવીને કલાકો સુધી બેસાડી રખાય છે તેમજ ભથ્થા અને પગાર પણ નિયમિત અપાતા નથી. આમ દરેક પ્રકારે મહિલાઓના શોષણ કરાય છે. તેની મજબુરીનો લાભ લેવાતા અનેક પ્રશ્નો ઉભા થયા છે ત્થા જિલ્લા કક્ષાએ કોઇ દાદ દેતુ નથી અને એવુ પણ કહે છે કે પોલીસ પણ અમને કઇ કરી શકશે નહી. આ સનસનીખેજ સ્થિતિ અંગે તીર્થ ક્ષેત્રમાં ચકચાર મચી જવા પામી છે.

(3:49 pm IST)