Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

સુરેન્દ્રનગરમાં મેગા ડિમોલીશનઃ ર૦૦ દબાણો દુર કરાયા

બસ સ્ટેન્ડ રોડ-આંબેડકર ચોક સુધીના રસ્તા પર નગરપાલીકાના બુલડોઝરો ત્રાટકયાઃ ૧૭૦ થી વધુ કર્મચારીઓના કાફલાએ પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરેલી કાર્યવાહીઃ લોકોના ટોળા એકત્રીત થયા

 વઢવાણ તા.ર૪ : સુરેન્દ્રનગરના બસ સ્ટેન્શન રોડથી આંબેડકર ચોક સુધીના રસ્તા પર છેલ્લા થોડા સમયથી દબાણોનેા રાફડો ફાટયો હતો ત્યારે પાલીકા પોલીસ અને લોકો સંયુકત ટીમો બનાવી  દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી હાલ ઓફીસર રસ્તા પર મોટા બુલડોઝર ફરેવી ર૦૦ થી વધુ દબાણોનો સફાયો કર્યો હતો જેમાં ૧૦૦ થી વધુ લોકોના કાફલા કામે લાગ્યો હતો.

બે દિવસ પહેલા દબાણકારોને નાટીસ અપાઇ હતી. સુરેન્દ્રનગરના જકાતનાકાથી વઢવાણીના ગેબનશાહ સર્કલ સુધી દબાણ હટાવ ઝૂબેશ બાદ સુરેન્દ્રનગરના દબાણ કારોના વારો હતો સુરેન્દ્રનગર બસ સ્ટેશનથી ડો. આંબેડકર ચોક સુધીમાં દબાણોના રાફડો ફાટયો હતો. અને પ૦ ફુટના રસ્તા સાંકડા બની ગયા હતા જેના લીધે રસ્તા ઉપર ટ્રાફીક જાળવી સમસ્યા વિકરાઇ બી હતી.

પ્રાંત અધિકારી નરેન્દ્રસિંહ રાજપુત પ્રોબેશનલ આઇ.એ.એસ.રવિન્દ્ર ખાણે એએપી કમલ કુમાર ત્યાની પીએસઆઇ જી.જી.પરમાર ઇજનેર જયવંતસિંહ હેરમા વગેરે અધિકારીઓ સહિતના ૧૦૦ થી વધુ કર્મચારીના કાફલાએ બસ સ્ટેશનથી આંબેડકર ચોક સુધીના ૧ કિ.મી. રસ્તા પર ર૦૦ થી વધુ દબાણો દુર કર્યા  હતા. જેમાં ૩ જેસીબી અને પા ટ્રેકટરનો ઉપયોગ થયો હતો.

(3:48 pm IST)