Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

જેતપુર- ધોરાજી- ઉપલેટા- ભાયાવદર- જસદણ પાલિકામાં ૧૭મીએ ઈવીએમ દ્વારા મતદાન થશેઃ મલ્ટીચોઈસ 'નોટા'વાળા ઈવીએમ

પાંચેય પાલિકાના થઈને કુલ ૨ લાખ ૪૮ હજાર મતદારોઃ ૪૨ વોર્ડ અને ૧૬૮ બેઠકો : કુલ ૩૩૧ મતદાન મથકોઃ જસદણમાં ૧૩ અને ધોરાજીમાં ૩૨ સંવેદનશીલ મતદાન મથકોઃ ૧૦૦૦નો પોલીંગ સ્ટાફ એક મતદાર ૪ ઉમેદવારને મત આપી - ઓ.કે. બટન દબાવશે પછી મત રજીસ્ટર થશે

રાજકોટ, તા. ૨૪ :. રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી જાહેર કરી છે, ૨૯મી જાન્યુઆરીએ જાહેરનામુ બહાર પડશે અને ૧૭ ફેબ્રુઆરીએ સવારના ૮ થી ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે.

રાજકોટ કલેકટર કચેરીના ચૂંટણી શાખાના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે, રાજકોટ જીલ્લાની જસદણ, જેતપુર, નવાગઢ, ઉપલેટા, ભાયાવદર, ધોરાજી એમ પાંચ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાશે.

આ પાંચેય પાલિકામાં કુલ ૨ લાખ ૪૮ હજાર ૩૪૪ મતદારો છે. જેમાં પુરૂષ મતદારોની સંખ્યા ૧ લાખ ૨૯ હજાર તથા સ્ત્રી મતદારોની સંખ્યા ૧ લાખ ૧૮ હજાર હોવાનું સતાવાર જાહેર થયુ છે.  પાંચેય પાલિકા થઈને કુલ ૪૨ વોર્ડ, ૧૬૮ બેઠકો તથા ૩૩૧ મતદાન મથકો થવા જાય છે, જેમાં જસદણમાં ૧૩ અને ધોરાજીમાં ૩૨ મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. અન્ય ત્રણના હવે ફાઈનલ થશે. જીલ્લા કલેકટર કચેરીના ચૂંટણી સૂત્રોએ ઉમેર્યુ હતુ કે કુલ ૮૩૮ બીયુ અને ૪૧૯ સીયુ એટલે કે ૧૨૫૦ જેટલા ઈવીએમનો ઉપયોગ થશે. આમા કુલ ૧૯૦૦નો પોલીંગ સ્ટાફ અને ૫૫૦નો પોલીસ સ્ટાફનો બંદોબસ્ત મુકવામાં આવશે.  સૂત્રોએ ઉમેર્યુ હતુ કે પાલિકાની ચૂંટણીમાં વિધાનસભાની ચૂંટણીમાં ઈવીએમ વપરાય તેવા નહી પરંતુ મલ્ટી ચોઈસ પ્રકારના અને 'નોટા'નું બટન ધરાવતા ખાસ પ્રકારના ઈવીએમ વપરાશે. નોટાનો પાલિકા ચૂંટણીમાં પ્રથમ વખત ઉપયોગ થઈ રહ્યો છે. મલ્ટી ચોઈસમાં એક મતદારે ૪ ઉમેદવારને મત આપવાના હોય છે. મતદાર ૪ને મત આપે પછી ઓકેનું બટન દબાવે બાદમાં મતદારનો મત રજીસ્ટર થશે. આ સંદર્ભે દરેક રીટર્નીંગ ઓફિસરને એ.આર.ઓ.ને સૂચના અપાઈ ગઈ છે.  અત્રે પાંચેય નગરપાલિકાના મતદારો-મતદાન મથક-વોર્ડ-બેઠકોની વિગતો આપી છે.(૨-૧૪)

(3:47 pm IST)