Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

મલેશીયામાં ભાણવડની પુરૂષાર્થ સ્કુલના ચાર વિદ્યાર્થીઓ યોજાનાર આંતરરાષ્ટ્રીય યોગ સ્પર્ધા માટે રવાના

ગત સાલ આજ સ્કુલના વિદ્યાથીએ યોગ સ્પર્ધામાં ચીનમાં ડંડો વગાડયો હતો

ભાણવડ, તા. ર૪ :  મલેશીયા ખાતે તા. ર૬, ર૭,ર૮ જાન્યુઆર દરમ્યાન યોજાવા જઇ રહેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પીયનશિપમાં સમગ્ર રાજયમાંથી કુલ ર૬ સ્પર્ધકો ભાગ લેવા જઇ રહ્યા છે તેમાં ભાણવડની પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલના જ ચાર સ્પર્ધકોનો સમાવેશ થાય છે.

એકાદ વર્ષ પહેલા આ જ સ્કુલના વિદ્યાર્થી કરંગીયાચ વિવેકે ચીન ખાતે યોજાયેલી યોગા સ્પર્ધામાં સ્કુલ, શહેર, જિલ્લાતેમજ રાજય અને દેશનું ગૌરવ વધારતા ઇન્ટરનેશનલ લેવલના ખેલાડીઓને પાછળ છોડીને બેસ્ટ યોગા પર્ફોમન્સ એવોર્ડ મેળવ્યો હતો. ત્યારે હવે ફરીથી આ જ સ્કુલના ચાર વિદ્યાર્થીઓ લુવા, ધવલ, કરંગીયા દર્શન, લગારીયા વંદના તથા ચાવડા જયશ્રી મલેશીયા ખાતે યોજાવા જઇ રહેલી ઇન્ટરનેશનલ યોગ ચેમ્પીયનશીપમાં હિસ્સો લેવા રવાના થયેલ છે. આત્મ વિશ્વાસથી ભરપુર ચારેય સ્પર્ધકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફરીથી શાળા તથા ભાણવડને ઇન્ટરનેશનલ લેવલે ગૌરવ અપાવવાનાો ભરોસો વ્યકત કર્યો હતો. આજે રવાના થયેલ. ભાણવડની પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલના ચાર વિદ્યાર્થીઓએ પુરવાર કરે છે કે બાળકોના સર્વાંગી વિકાસને લઇને આ શાળામાં કેટલું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

(3:47 pm IST)