Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

બીએસએનએલ,ડીઓટી ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમના પેન્શનરોને ચૂકવાશે પેન્શનઃ ફોર્મ વિતરણ

જામનગર તા.૨૪: બીએસએનએલ,ડીઓટી ડીપાર્ટમેન્ટ ોફ ટેલીકોમના પેન્શનરો તથા ફેમેલી પેન્શનરોને પેન્શનની ચુકવણી ટૂંક સમયમાં C.C.A.DOT-CELL ની ગુજરાત ટેલીકોમ રીજીયનની ઓફીસ દ્વારા થવાની હોવાથી ફોર્મ યુનિયનની ઓફીસના સમય દરમિયાન મેળવી જવાના રહેશે.

અત્રે નોંધનીય છે કે મંગળવાર તથા બુધવારના સવારના ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમિયાન યુનિયનની ઓફીસ એન.એન.કનેરીયા (ડીસ્ટ્રીકટ સેક્રેટરી) પાસેથી ફોર્મ મેળવી શકાશે તેમ ઓલ ઇન્ડિયા બીએસએનએલ, ડી.ઓ.ટી. પેન્શનર્સ એસોસીએશનના ગુજરાત સર્કલ સેક્રેટરી મનુભાઇ ચનિયારાની યાદીમાં જણાવાયુ છે.

(12:50 pm IST)